×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજ્યમાં કડકડતી ઠંડીનો પ્રકોપ, લોકોને તકેદારી રાખવા તંત્રની અપીલ

Image : Pixabay

ગુજરાત રાજ્યમાં ફરી એક વખત ઠંડીનો જોરાદાર રાઉન્ડ શરુ થઈ ગયો છે. રાજ્યમાં કાતિલ ઠંડીને કારણે જનજીવન પર પણ અસર પડી રહી છે. છેલ્લા બે દિવસથી ઝડપી ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે. રાજ્યમાં વહેલી સવારે અને સાંજ બાદ તાપમાન નીચું જતુ રહે છે. ઉત્તર ભારતમાં ફૂંકાતા પવનને કારણે તેના અસર સીધી ગુજરાત રાજ્યમાં જોવા મળી રહી છે.

ઠંડીથી ઠુઠવાતું ગુજરાત

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી સતત ઠંડી પડી રહી છે. સોરાષ્ટ્રમાં ઠંડીનો પ્રકોપ યથાવત છે. ઠંડીના કારણે સવારે ગાઢ ધુમ્મસ હોવાથી વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં તાપમાનમાં ઠંડીને કારણે પારો ફરી એકવખત નીચે ગયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં બે થી ત્રણ ડીગ્રી સેલ્સિયસ સુધી ઘટાડો જોવા મળ્યો હતો. રાજ્યભરમાં ઠંડી વધતા તંત્ર દ્વારા પણ લોકોને તકેદારી રાખવાની પણ અપીલ કરી છે.

રાજ્યમાં કોલ્ડવેવની સંભાવના

સાઈક્લોનિક સરક્યુલેશનની અસર રાજ્યમાં જોવા મળી રહી છે. આ કારણે જ રાજ્યમાં ઠંડીનો વધારો થયો છે. ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કાતિલ ઠંડીને કારણે લોકો ઠૂંઠવાયા છે. આજે પણ 10 ડિગ્રી તાપમાન સાથે કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં લઘુતમ તાપમાન 2 ડિગ્રી ઘટી 10ડીગ્રીએ પહોંચ્યું છે. રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે એક રાહતના સમાચાર પણ આવ્યા છે. ગુજરાતમાં આવતીકાલથી ઠંડીમાં ઘટાડો જોવા મળી શકે છે તેમ હવામાન વિભાગ દ્વાર જણાવવામાં આવ્યુ છે.