×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બીબીસી ડૉક્યુમેન્ટ્રી મામલે કોંગ્રેસમાંથી એકે એન્ટોનીના દીકરાનું રાજીનામું

image: Twitter

નવી દિલ્હી, તા. 25, જાન્યુઆરી, બુધવાર

પીએમ મોદી આધારિત બીબીસીની ડૉક્યુમેન્ટ્રી અંગેના વિવાદ વચ્ચે ભાજપને મંગળવારે અનપેક્ષિત સમર્થન મળ્યું. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કેરળના પૂર્વ સીએમ એકે એન્ટોનીના દીકરા અનિલ એન્ટોનીએ ડૉક્યુમેન્ટ્રી સામે વાંધો દર્શાવ્યો હતો. આ મુદ્દે કોંગ્રેસ અને રાહુલ ગાંધીના વલણથી અલગ અભિપ્રાય વ્યક્ત કરતાં અનિલ એન્ટોનીએ ટ્વિટમાં લખ્યું કે બ્રિટિશ બ્રોડકાસ્ટરના વિચારોને ભારતીય સંસ્થાનોનું સમર્થન દેશની સંપ્રભુતાને નબળી પાડશે. 

રાહુલે સરકાર દ્વારા રોકવાના પ્રયાસોની ટીકા કરી હતી 

અનિલ એન્ટોનીએ કહ્યું કે મને રાહુલ ગાંધી કે કોંગ્રેસ પાર્ટીથી કોઈ તકલીફ નથી પણ આપણી આઝાદીના ૭૫માં વર્ષમાં આપણે વિદેશીઓ કે તેમની સંસ્થાનોને આપણી સંપ્રભુતાને નબળી પાડવાની છૂટ ન આપવી જોઈએ. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન આ ડૉક્યુમેન્ટ્રીને ભારતમાં ઓનલાઈન શેર કરવાથી રોકવાના સરકારના પ્રયાસો સામે સવાલો ઊઠાવ્યા હતા.