×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ચીનને પડકાર! આર્મી ચીફે અરુણાચલમાં સંવેદનશીલ વિસ્તારોની લીધી મુલાકાત

image: Twitter 

નવી દિલ્હી, તા, 23 જાન્યુઆરી, 2023, સોમવાર

ભારતીય સૈન્યના પ્રમુખ જનરલ મનોજ પાંડે સોમવારે સવારે અરુણાચલ પ્રદેશની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં તેમણે ચીન સાથેના સંવેદનશીલ સરહદી વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે એલએસી પર તહેનાત જવાનો સાથે પણ મુલાકાત કરી હતી. 

આ પહેલા તેમણે પૂર્વ સૈન્ય કમાનના હેડક્વાર્ટર ફોર્ટ વિલિયમની મુલાકાત લીધી હતી

જનરલ પાંડેએ અહીં એલએસી પર જવાનોની તૈયારી અને તહેનાતીની પણ સમીક્ષા કરી હતી. આ પહેલા તેમણે પૂર્વ સૈન્ય કમાનના હેડક્વાર્ટર ફોર્ટ વિલિયમની મુલાકાત લીધી હતી. અહીં પણ તેમણે યુદ્ધની તૈયારીઓ અને સુરક્ષા સ્થિતિની જાણકારી મેળવી હતી. ઉલ્લેખનીય છે કે ૬ અઠવાડિયા અગાઉ જ અરુણાચલ પ્રદેશના તવાંગ નજીકની એલએસી પર ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. 

પૂર્વ કમાન પર અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ સાથેની એલએસીની સુરક્ષાની જવાબદારી છે

ઉલ્લેખનીય છે કે ૯ ડિસેમ્બરે બંને દેશો વચ્ચે તણાવ એ સમયે વધી ગયો હતો જ્યારે અરુણાચલ પ્રદેશના તવાંગ જિલ્લાના યાંગ્ત્સીમાં એલએસી પર ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. પૂર્વ કમાન પર અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ સાથેની એલએસીની સુરક્ષાની જવાબદારી છે.