×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઈમેલમાં ખુલાસો – પેશાબ કાંડ પછી ફ્લાઈટ લેન્ડ થતા જ એર ઈન્ડિયાના CEOને જાણ કરાઈ હતી

image: Wikipedia 

નવી દિલ્હી, તા. 21 જાન્યુઆરી, 2023

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મહિલા યાત્રી પર કથિત રૂપે પેશાબ કરવાની ઘટના અંગે વધુ એક મોટો ખુલાસો થયો છે. ખરેખર ન્યુયોર્કથી નવી દિલ્હી આવતી ફ્લાઈટમાં આ કથિત ઘટનાની જાણકારી ક્રૂ મેમ્બરે એર ઈન્ડિયાના સીઇઓ કેમ્પબેલ વિલ્સનને દિલ્હીમાં ફ્લાઈટ લેન્ડ થયાના તાત્કાલિક પછી જ આપી દીધી હતી. 

મોટાભાગના વિભાગોને ઈમેલ મોકલાયો હતો 

એક મીડિયા દ્વારા ઈમેલની તપાસમાં ખુલાસો થયો હતો કે આ ઘટના અંગે એર ઈન્ડિયાના ક્રૂ મેમ્બર્સે ઘટનાના એક દિવસ બાદ જે રિપોર્ટ ઈમેલ કર્યો હતો તેમાં એર ઈન્ડિયાના ઈનફ્લાઈટ સર્વિસ ડિપાર્ટમેન્ટ (આઈએફએસડી)ના પ્રમુખ, ભારતમાં બેઝ ઓપરેશન્સ, આઈએફએસડીના લીડ એચઆર હેડ અને આઈએફએસડીના ઉત્તર ક્ષેત્રના પ્રમુખને પણ જાણકારી મોકલાઈ હતી. 

ડીજીસીએએ મોટી કાર્યવાહી કરતા એર ઈન્ડિયાને 30 લાખ રૂ.નો દંડ ફટકાર્યો હતો

ઉલ્લેખનીય છે કે આ ઘટના બાદ એર ઈન્ડિયાના ટોપ મેનેજમેન્ટે દાવો કર્યો હતો કે ફ્લાઈટ લેન્ડ થયા બાદ આ ઘટના અંગે તેમને કોઈ જાણકારી અપાઈ નહોતી. જેના કારણે આરોપી શંકર મિશ્રા કોઈ આશંકા કે કોઈ પણ કાર્યવાહી વિના ત્યાંથી નીકળી ગયો હતો. ઉલ્લેખનીય છે કે ડીજીસીએએ પણ આ મામલે મોટી કાર્યવાહી કરતા એર ઈન્ડિયાને 30 લાખ રૂ.નો દંડ ફટકાર્યો હતો.