×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મસ્ક આપશે આંચકો, ટ્વિટરના એન્ડ્રોઈડ યૂઝર્સે પણ બ્લૂ સબ્સક્રિપ્શન માટે ચૂકવવા પડશે રુપિયા

image : twitter  
નવી દિલ્હી, તા ૨૦ જાન્યુઆરી, શુક્રવાર 

ટ્વિટરના માલિક બન્યા બાદથી ઈલોન મસ્કે એક પછી એક મોટા આંચકાજનક અહેવાલો આપવાનું ચાલુ રાખ્યું છે.  મસ્ક હવે એન્ડ્રોઈડ સ્માર્ટફોન યૂઝર્સને પણ કોઈ રાહત આપવાના મૂડમાં જણાઈ રહ્યા નથી. તેમના દ્વારા એન્ડ્રોઈડ સ્માર્ટફોન યૂઝર્સ માટે પણ બ્લૂ સબ્સક્રિપ્શનની જાહેરાત કરી દેવામાં આવી છે. 

દર મહિને ૧૧ ડૉલર એટલે કે ૯૦૦ રુપિયા બ્લૂ સબ્સક્રિપ્શન પેટે ચૂકવવા પડી શકે

એવું મનાઈ રહ્યું હતું કે એન્ડ્રોઈડ સ્માર્ટફોન યૂઝર્સ માટે ટ્વિટર દ્વારા સસ્તા દરે  બ્લૂ સબ્સક્રિપ્શન ઉપલબ્ધ કરાવાશે પણ હવે આ અહેવાલો પર પૂર્ણવિરામ મૂકાયો છે. એવું બની શકે છે કે એન્ડ્રોઈડ યૂઝર્સે પણ આઈઓએસ યૂઝર્સની જેમ દર મહિને ૧૧ ડૉલર એટલે કે ૯૦૦ રુપિયા બ્લૂ સબ્સક્રિપ્શન પેટે ચૂકવવા પડી શકે છે. 

ટ્વિટર દ્વારા વાર્ષિક સબ્સક્રિપ્શનની પણ જાહેરાત કરવામાં આવી

આ ઉપરાંત ટ્વિટર દ્વારા વાર્ષિક સબ્સક્રિપ્શનની જાહેરાત કરવામાં આવી છે. આ પ્લાન વેબ યૂઝર્સ માટે છે. તેને ટ્વિટરની વેબસાઈટ દ્વારા ખરીદી શકાશે.  ઉલ્લેખનીય છે કે અગાઉ ટ્વિટરનું બ્લૂ ચેક માર્ક રાજનેતાઓ, ફેમસ પર્સનાલિટી, જર્નાલિસ્ટ અને અન્ય પબ્લિક ફીગર માટે મફત હતું. જોકે મસ્કના માલિક બન્યા બાદથી બ્લૂ સબ્સક્રિપ્શન પ્લાન રજૂ કરાયો છે. હાલ આ પ્લાન કેનેડા, યુકે, જાપાન, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાના યૂઝર્સ માટે રોલઆઉટ કરાયો હતો.