×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

WFI વિવાદ : પહેલવાનોના દેખાવો જારી, 12 વાગ્યે બૃજભૂષણ શરણ સિંહ મીડિયાને સંબોધશે

image :  Twitter 

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા(ડબ્લ્યૂએફઆઈ)ના પ્રમુખ અને ભાજપના સાંસદ બૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ મહિલા કુસ્તીબાજોના આરોપોને લઈને કેન્દ્ર સરકાર એક્શનમાં મૉડમાં છે. એક દિવસ પહેલા રમત-ગમત મંત્રાલયે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાને નોટિસ મોકલીને 72 કલાકમાં જવાબ માંગ્યો હતો, પરંતુ ગુરુવાર સાંજ સુધીમાં રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુરે પોતે આગેવાની લીધી હતી. 

બૃજભૂષણ શરણ સિંહને 24 કલાકની અંદર રાજીનામું આપવા અલ્ટિમેટમ 

અહેવાલ અનુસાર બૃજભૂષણ શરણ સિંહને 24 કલાકની અંદર રાજીનામું આપવા અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. એટલે કે આ સમગ્ર વિવાદને ખતમ કરવા માટે સરકાર આજે કોઈ મોટી કાર્યવાહી કરી શકે છે.

અનુરાગ ઠાકુરે તેમના નિવાસે બેઠક યોજી 

બૃજભૂષણ સિંહ 12 વાગ્યે મીડિયા સમક્ષ તેમનો પક્ષ રજૂ કરશે. એવું મનાય છે કે આ દરમિયાન તે રાજીનામાની પણ જાહેરાત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે ગુરુવારે રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુરે તેમના નિવાસે ખેલાડીઓ સાથે બેઠક યોજી હતી. મોડી રાત સુધી ચાલેલી આ બેઠકમાં બજરંગ પુનિયા, રવિ દહિયા, બબીતા ફોગાટ, વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને અંશુ મલિક પણ સામેલ થયા હતા. 

શું છે મામલો? 

જંતર-મંતર ખાતે પત્રકાર પરિષદમાં કુસ્તીબાજોએ રેસલિંગ ફેડરેશનના પ્રમુખ અને કેટલાક કોચ પર મહિલા કુસ્તીબાજોની જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં કુસ્તીબાજોએ અભદ્રતા, ગેરવર્તણૂક અને પ્રાદેશિકતાનો પણ આરોપ લગાવ્યો હતો.