દેશની સ્કૂલોના શિક્ષણ સ્તરમાં ચોંકાવનારો ઘટાડો, અંકગણિતમાં સૌથી ખરાબ રાજ્યોમાં ગુજરાત બીજા ક્રમેનવી દિલ્હી, તા.19 જાન્યુઆરી-2023, ગુરુવાર
કોવિડ મહામારીના કારણે લગભગ બે વર્ષથી બંધ રહેલી સ્કૂલો ફરી ખુલી ગઈ છે. એક તરફ મહામારી બાદ વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે, તો બીજી તરફ વિદ્યાર્થીઓના અંકગણિત અને મૂળભૂત કૌશલ્ય (બેઝિક સ્કિલ્સ)માં ઘટાડો થયો હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે.
ધો.3ના 20.5 ટકા વિદ્યાર્થીઓ જ ધો.2ના પુસ્તકો વાંચવામાં સક્ષમ
એન્યુઅલ સ્ટેટ ઓફ એજ્યુકેશન રિપોર્ટ (ASER) 2022નો રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર દેશભરની ગ્રામીણ સ્કૂલોમાં ધોરણ-3ના વિદ્યાર્થીઓમાં વાંચવાની ક્ષમતામાં ઘટાડો નોંધાયો છે. સર્વેમાં ધોરણ-3ના માત્ર 20.5 ટકા વિદ્યાર્થીઓ જ ધોરણ-2ના પુસ્તકો વાંચવામાં સક્ષમ જોવા મળ્યા છે. રિપોર્ટમાં ASER 2018ના રિપોર્ટની તુલનાએ બાળકમાં ભણવાન ક્ષમતામાં 7 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. એન્યુઅલ સ્ટેટ ઓફ એજ્યુકેશન દ્વારા મોટાપાયે સર્વે હાથ ધરાયો હતો. 616 જિલ્લાના 19,060 ગામોની 17002 સરકારી સ્કૂલોમાં આયોજન કરાયેલ ASER સર્વેમાં 6થી 14 વર્ષની ઊંમરના 7 લાખ બાળકોને સામેલ કરાયા હતા. એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ 18 જાન્યુઆરીના રોજ જારી કરવામાં આવ્યો છે. ચાર વર્ષ બાદ આ રિપોર્ટમાં પ્રથમ ફાઉન્ડેશન દ્વારા મોટાપ્રમાણમાં સર્વે કરાયો છે.
ભણવાની ક્ષમતામાં ધરખમ ઘટાડો
રિપોર્ટ અનુસાર દેશભરની ગ્રામીણ સ્કૂલોમાં ધોરણ-3માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની વાંચવાની ક્ષમતામાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. કારણ કે ધોરણ-3ના માત્ર 20.5 ટકા વિદ્યાર્થીઓ જ ધોરણ-2ના પુસ્તકો વાંચવામાં સક્ષમ જોવા મળ્યા છે. રિપોર્ટમાં ASER 2018ના રિપોર્ટની તુલનાએ બાળકમાં ભણવાન ક્ષમતામાં 7 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે.
ASERનો 2018નો રિપોર્ટ
જો 2022ના આ રિપોર્ટની ASER 2018ના રિપોર્ટ સાથે તુલના કરવામાં આવે તો જાણવા મળશે કે, વિદ્યાર્થીઓની વાંચવાની ક્ષમતામાં 7 ટકાનો ઘટાડો થયો છે, કારણ કે 2018ના રિપોર્ટમાં દર્શાવાયું છે કે, ધોરણ-3ના ઓછામાં ઓછા 27.5 ટકા વિદ્યાર્થીઓ ધોરણ-2ના પુસ્તકો વાંચી શક્યા હતા.
ચાર વર્ષ બાદ જારી કરાયો રિપોર્ટ
ચાર વર્ષ બાદ શૈક્ષણિક અહેવાલની વાર્ષિક સ્થિતિનો (ASER)નો અહેવાલ જારી કરવામાં આવ્યો છે. ASER-2022 રિપોર્ટ દ્વારા દેશની પાયાની સાક્ષરતા, શૈક્ષણિક પરિસ્થિતિ અને શાળાઓમાં વિદ્યાર્થીઓને શિખવાતા પરિણામ કેવા છે, તેની માહિતી મળે છે.
દેશમાં ખાનગી ટ્યુશન લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો
રિપોર્ટ અનુસાર દેશમાં ખાનગી ટ્યુશન લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. રિપોર્ટ અનુસાર 2022માં ખાનગી ટ્યૂશન લેનારા ધોરણ-1થી 8ના 30.5 ટકા વિદ્યાર્થીઓ છે, જ્યારે આ આંકડો 2018માં 26.4 ટકા હતો. રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે, ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં ખાનગી ટ્યુશન કરનારા બાળકોનો રેશિયોમાં 2018ની તુલનાએ 8 ટકાથી વધુનો વધારો થયો છે.
સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની શિખવાની ક્ષમતા ઘટાડો
રિપોર્ટ મુજબ 2012માં ધોરણ-8ના લગભગ 76.5 ટકા બાળકો અન્ય ક્લાસની પુસ્તકો સારી રીતે વાંચી શકે છે, જોકે 2022માં ધોરણ-8ના આવા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટીને 69.6 ટકા પહોંચી ગઈ છે. સરકારી સ્કૂલોમાં ધોરણ-8ના 73.4 ટકા વિદ્યાર્થીઓ ધોરણ-2ના પુસ્તકો વાંચી શક્યા હતા, જોકે 2022માં આ સંખ્યા ઘટીને 66.2 ટકા નોંધાઈ છે. સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની શિખવાની ક્ષમતા ખુબ જ ઘટી ગઈ છે. 2012માં સરકારી અને ખાનગી શાળાઓના ધોરણ-8ના 48.1 ટકા વિદ્યાર્થીઓમાં શિખવાની ક્ષમતા જોવા મળી હતી, જોકે 2022માં આ સંખ્યા ઘટીને 44.7 ટકા નોંધાઈ છે. રિપોર્ટ મુજબ વર્ષ 2018માં શાળામાં પ્રવેશ કરનારા કુલ વિદ્યાર્થીઓમાં 65.6 ટકા સરકારી સ્કૂલોમાં ગયા હતા, જ્યારે વર્ષ 2022માં આ સંખ્યા વધીને 72.9 ટકાએ પહોંચી ગઈ છે. વર્ષ 2014માં આ સંખ્યા 64.9 ટકા હતી.
ગુજરાતના વિદ્યાર્થીઓમાં અંગ્રેજીનું સામાન્ય વાક્ય વાંચવાની ક્ષમતામાં ઘટાડો
રિપોર્ટ અનુસાર ગુજરાતના વિદ્યાર્થીઓમાં અંગ્રેજીનું સામાન્ય વાક્ય વાંચવાની ક્ષમતામાં ઘટાડો જોવા મળે છે. ગુજરાતમાં 2018માં 73.2 ટકા વિદ્યાર્થીઓ અંગ્રેજીનું સામાન્ય વાક્ય વાંચી શકતા હતા, જોકે 2022માં આ સંખ્યા 52.4 ટકા નોંધાઈ છે. રિપોર્ટ અનુસાર દેશભરની શાળાઓમાં સુવિધાઓ શ્રેષ્ઠ થઈ છે. જોકે આ મામલે હજુ પણ કેટલાક રાજ્યો પાછળ છે. સર્વેમાં સામેલ 28 રાજ્યોમાંથી 9 રાજ્યોમાં 2010 બાદ પાણીની ઉપલબ્ધતામાં ઘટાડો થયો છે, જેમાં ગુજરાત, કર્ણાટક, કેરળ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યો સામેલ છે. વિદ્યાર્થીનીઓ માટે શૌચાલયની સુવિધાનો રિપોર્ટ જોઈએ તો હરિયાણા, કેરળ અને મહારાષ્ટ્ર સહિત 12 રાજ્યોની શાળાઓમાં વિદ્યાર્થીનીઓ માટે શૌચાલયની ઉપલબ્ધતામાં ઘટાડો થયો છે.
અંકગણિતની ક્ષમતામાં ઘટાડા મામલે ગુજરાત બીજા ક્રમે
15 ટકા અંકગણિત અથવા તેથી વધુ ઘટાડો દર્શાવનારા રાજ્યોની યાદીમાં આંધ્રપ્રદેશ (2018માં 59.7 ટકાથી ઘટી 2022માં 36.3 ટકા), ગુજરાત (2018માં 53.8 ટકાથી ઘટી 2022માં 34.2 ટકા) તેમજ હિમાચલ પ્રદેશ (2018માં 76.9 ટકાથી ઘટી 2022માં 61.3 ટકા) જેવા રાજ્યોનો સમાવેશ થાય છે.
નવી દિલ્હી, તા.19 જાન્યુઆરી-2023, ગુરુવાર