×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દેશની રક્ષા કરનારા સૈનિકનું કૌભાંડ બહાર આવ્યું, બજારમાં ફરતી કરી રૂ.20 લાખની નકલી નોટો

કાનપુર, તા.19 જાન્યુઆરી-2023, ગુરુવાર

યુપીના કાનપુરમાં નકલી નોટો ચલાવવાનો એક મામલો સામે આવ્યો છે. નર્વલ વતની રજાઓના સમયમાં જ્યારે આર્મીમાંથી રજા લઇને ઘરે આવે ત્યારે નકલી નોટો બજારમાં પધરાવતો હતો. અત્યાર સુધી આ જવાન ૨૦ લાખ રુપિયાની નકલી નોટો બજારોમાં પધરાવી ચૂક્યો હતો.   

૨૦ લાખની નકલી નોટો ઘાટમપુર, અમૌલી, પતારા અને અન્ય નાના બજારોમાં પધરાવી 

સૌથી મોટી વાત તો એ છે કે અર્પિત સચાન નામના આ આર્મી જવાનને દેશની સુરક્ષાની દૃષ્ટિએ અતિ સંવેદનશીલ જગ્યા જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં તહેનાત કરાયો હતો. તપાસમાં જાહેર થયું હતું કે તે પોતાની ગેંગના લોકોની મદદથી ૨૦ લાખ રુપિયાની નકલી નોટો ઘાટમપુર, અમૌલી, પતારા અને અન્ય નાના બજારોમાં પધરાવી ચૂક્યો હતો. પોલીસે બુધવારે તેની અને અન્ય એક આરોપીની ધરપકડ કરી લીધી હતી. 

ભાડાના મકાનમાં ૧૦૦-૧૦૦ની નોટો છાપતા હતા

ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં પતારામાં ચાની દુકાને નકલી નોટો પધરાવતા બર્રાના વરુણ વિહાર ઈડબ્લ્યૂએસ કોલોનીમાં રહેતા વિભુ યાદવ અને એક સગીરની ધરપકડ કરી લેવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું કે તે ભાડાના મકાનમાં પ્રિન્ટર લગાવી ૧૦૦-૧૦૦ની નકલી નોટો છાપતા હતા. પૂછપરછમાં ફતેહપુરના માયારામખેડા વતની અંશુ સિંહનું નામ સામે આવ્યું હતું. તેણે કોર્ટમાં સરેન્ડર કરી દીધું તો પોલીસે રિમાન્ડ પર લઈ પૂછપરછ કરી હતી. તેની પૂછપરછમાં પનિયનમઉના વતની અર્પિત સચાનનું નામ સામે આવ્યું હતું. પોલીસે બુધવારે તેની ધરપકડ કરી લીધી હતી. અર્પિતે જણાવ્યું કે તે નર્વલ તાલુકાનો રહેવાશી હતો. તેણે કાનપુરના ચકેરીમાં કોઠીનુમા ઘર બનાવી રાખ્યું છે.