×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પાકિસ્તાનની ડૂબેલી નૈયાને તારશે અમેરિકા, કહ્યું 'શક્ય એટલી મદદ કરીશું'

Image: Envato


પાકિસ્તાન હાલ આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યું છે. પાકિસ્તાને આર્થિક સંકટમાંથી બહાર આવવા માટે ક્યાંકથી મદદ મળેવી ખુબ જરૂરી છે. એવામાં અમેરિકા જેવો વિકસિત દેશ તેમનો સહાય બની શકે છે. મળતા અહેવાલો અનુસાર, પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર ઘટીને $4.3 બિલિયન થઈ ગયો છે, જે માત્ર ત્રણ અઠવાડિયાની જ નિવેશને સંતોષી શકે છે. આવી સ્થિતિમાં જો પાકિસ્તાનને જલ્દી મદદ નહીં મળે તો તેની અર્થવ્યવસ્થા ખોરવાઈ શકે છે.

અમેરિકી સરકારના એક અધિકારી દ્વારા ગઈકાલે જણાવવામાં આવ્યું હતું કે, "પાકિસ્તાનની આર્થિક કટોકટી એક પડકાર છે અને તેમના પર અમારી નજર રહેલી છે. પાકિસ્તાન IMF અને આંતરરાષ્ટ્રીય આર્થિક સંસ્થાઓ સાથે વાતચીત કરી રહ્યું છે અને અમે પાકિસ્તાન જ્યાં સુધી અમે કરી શકીએ ત્યાં સુધી મદદ કરીશું પરંતુ અંતે તો વાટાઘાટ નિર્ણય પાકિસ્તાન અને આંતરરાષ્ટ્રીય આર્થિક સંસ્થાઓ વચ્ચે છે. અમેરિકા દ્વારા એવું કહેવાયું કે, અમારા દ્વારા તો એવો પ્રયત્ન છે કે પાકિસ્તાન આર્થિક રીતે સ્વતંત્ર બને."

પાકિસ્તાન IMF તરફથી મળતી સહાયની રાહ જોઈ રહ્યું છે, જે તે આર્થિક સંકટમાંથી બહાર આવી શકે, પરંતુ IMFએ આગામી સહાય આપવા પર પ્રતિબંધ કર્યો છે. આ મતભેદને સમાપ્ત કરવા માટે, પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે 6 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળના મુખ્ય અધિકારી સાથે પણ વાતચીત કરી હતી. જોકે, IMFએ હાલમાં નવા સહાય આપવા પર પ્રતિબંધ મૂક્યો છે. વાસ્તવમાં, IMFનું કહેવું છે કે પાકિસ્તાને અગાઉના લીધેલી સહાય આપી તે વખતે જે વચન આપ્યું હતું તે પાળ્યું નથી.