×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નવા EVM મશીનથી થશે આગામી ચૂંટણીઓનું મતદાન, 2 કંપનીઓને અપાયો રૂ.1335 કરોડનો ઓર્ડર

Image - wikipedia

નવી દિલ્હી, તા.18 જાન્યુઆરી-2023, બુધવાર

ભારતના રાજકારણમાં વર્ષ 2023 અને 2024 ખુબ જ મહત્વપૂર્ણ છે. વર્ષ 2023માં 9 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, જેમાં 5 મોટા રાજ્યોનો સમાવેશ થાય છે, જ્યારે આગામી વર્ષે એટલે કે 2024માં દેશભરમાં લોકસભા ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં સરકારે નવા EVM મશીનોનો ઓર્ડર આપી દીધો છે. આ તમામ મશીનો સરકારી કંપની પાસે ખરીદવામાં આવશે. આ નવા EVM મશીનનો ઓર્ડર ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) અને ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (ECIL)ને અપાયા છે. આ બંને કંપનીઓને કેબિનેટ પાસેથી મંજુરી મળી ગઈ છે. સરકારે આ નવા EVM મશીન માટે 1335 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કર્યું છે.

કેબિનેટની બેઠકમાં આ મહત્વનો નિર્ણયો લેવાયા

  • મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેબિનેટે નવા EVM મશીનની ખરીદીને મંજૂરી આપી દીધી છે.
  • કેબિનેટમાં નવા EVM ઉપરાંત VV PAT ને અપગ્રેડ કરવાની પણ મંજૂરી અપાઈ છે.
  • આ વખતે સરકારે નવા EVM માટે ભારત ઈલેક્ટ્રોનિક્સ લિ. અને ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા લિ.ને મંજૂરી આપી છે.
  • સૂત્રો અનુસાર સરકારે EVM ખરીદી માટે કુલ 1335 કરોડ રૂપિયા પાસ કર્યા છે, જેમાં VV PATને પણ અપગ્રેડ કરવામાં આવશે.
  • અપગ્રેડેશન હેઠળ VV PATsને M2થી M3માં રિપ્લેસ કરવામાં આવશે.

3 રાજ્યોમાં ચૂંટણીની તારીખોની આજે જાહેર કરાઈ

ઉત્તરપૂર્વીયના ત્રણ રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડની વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત આજે કરવામાં આવી છે. ત્રિપુરામાં 16 ફેબ્રુઆરી તેમજ મેઘાલય અને નાગાલેન્ડ 27 ફેબ્રુઆરી ચૂંટણી યોજાશે. 2 માર્ચે ચૂંટણી પરિણામ સામે આવશે. 2018માં ત્રણેય રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી એક જ તબક્કામાં યોજાશે. આ વખતે ત્રણેય રાજ્યોમાં 60 સીટો પર યોજાશે ચૂંટણી છે. ત્રણેય રાજ્યોમાં  2.28 લાખ નવા મતદારો ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે. ત્રણ રાજ્યોમાં મહિલા મતદારોની સંખ્યામાં વધારો નોંધાયો છે. નાગાલેન્ડ વિધાનસભાનો કાર્યકાળ 12 માર્ચે, મેઘાલય વિધાનસભાનો કાર્યકાળ 15 માર્ચે અને ત્રિપુરા વિધાનસભાનો કાર્યકાળ 22 માર્ચે સમાપ્ત થાય છે. હાલમાં ત્રિપુરામાં ભાજપની સરકાર છે. જ્યારે નાગાલેન્ડમાં એનડીપીપીના નેફિયુ રિયો મુખ્યમંત્રી છે. મેઘાલયમાં પણ એનપીપીએ પોતના પગ જમાવ્યા છે. ભાજપ બંને રાજ્યોમાં સત્તાધારી ગઠબંધનનો ભાગ છે.