×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

2023માં વિશ્વમાં 21 કરોડ લોકો નોકરી ગુમાવે તેેવી શક્યતા


- ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનનો અંદાજ

- 91 ટેકનોલોજી કંપનીઓએ જાન્યુઆરીના 15 દિવસમાં 24,000 કર્મચારીઓની છટણી કરી

- 2023માં વિકાસ દર એક ટકા ઘટવા અને બેકાર લોકોની સંખ્યા 30 લાખથી વધીને 20.8 કરોડ થવાનો અંદાજ

નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (આઇએલઓ)એ પોતાના નવા રિપોર્ટમાં ચાલુ વર્ષે બેકારીમાં વધારો થવાનો અંદાજ મૂક્યો છે. આ રિપોર્ટ મુજબ ૨૦૨૩માં ૨૧ કરોડ લોકો રોજગારી ગુમાવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ વધુ લોકો ગરીબીમાં ધકેલાવાની સંભાવના દર્શાવવામાં આવી છે.વૈશ્વિક સ્તરે બેરોજગારીની ચિંતા હકીકત બની રહી છે. ૯૧ ટેકનોલોજી કંપનીઓ જાન્યુઆરી મહિનાના પ્રથમ ૧૫ દિવસમાં ૨૪,૦૦૦થી વધુ કર્મચારીઓને છૂટ્ટા કર્યા હોઈ રોજગારી મામલે આગામી દિવસોમાં ચિંતા વધવાના સંકેત મળી રહ્યા છે.

યુનાઇટેડ નેશન્સના ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (આઇએલઓ)એ ટેક કંપનીઓ દ્વારા કરવામાં આવી રહેલી છટણીની વચ્ચે પોતાના રિપોર્ટમાં ચિંતાજનક ભવિષ્યવાણી કરી છે. 

આઇએલઓના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે યુક્રેનમાં યુદ્ધના આર્થિક પરિણામે ઉંચા ફુગાવા અને ઉંચા વ્યાજ દરને કારણે ચાલુ વર્ષે વિકાસ દર એક ટકા ઘટવાનો અંદાજ છે. 

આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ૨૦૨૩માં વિશ્વમાં બેકાર લોકોની સંખ્યા ૩૦ લાખથી વધીને ૨૦.૮ કરોડ થવાનો અંદાજ છે. આઇએલઓના સંશોધન વિભાગના નિર્દેશક અને તેના નવા પ્રકાશિત રિપોર્ટના સમન્વયક રિચર્ડ સેમન્સે જણાવ્યું હતું કે વૈશ્વિક રોજગાર વૃદ્ધિમાં મંદીનો અર્થ છે કે આપણે ૨૦૨૫ પહેલા કોવિડ-૧૯  કટોકટી દરમિયાન થયેલા નુકસાનની ભરપાઇની આશા રાખતા નથી.

વર્તમાન મંદીનો અર્થ છે કે અનેક શ્રમિકોને ઓછી ગુણવત્તાવાળી નોકરી સ્વીકારવી પડશે. ૧૫ થી ૨૪ વર્ષના લોકોને સારી નોકરી છોડવા અને ચાલુ રાખવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. 

જાન્યુઆરીના પ્રથમ પખવાડિયામાં જે ૨૪,૧૫૧ ટેક કર્મચારીઓએ નોકરી ગુમાવી છે, તેમાં પ્રમુખ એમેઝોન, સેલ્સફોર્સ, કોઈનબેઝ અને અન્યનો સમાવેશ હોવાનું કર્મચારીઓની છટણીને ટ્રેક કરતી લેઓફ એફવાયઆઈ દ્વારા જાહેર કરાયું છે.  ક્રિપ્ટો લેન્ડિંગ એક્સચેન્જ ક્રિપ્ટો ડોટ કોમ દ્વારા ગત સપ્તાહમાં જ જાહેર કરાયું હતું કે, કંપની વર્તમાન આર્થિક પડકારો અને  ઉદ્યોગમાં અણધારી ઘટનાઓને લઈ તેના વૈશ્વિક કર્મચારી બળમાં ૨૦ ટકા જેટલો ઘટાડો કરશે. 

ભારતમાં ઓલો કે જેણે ૨૦૦ કર્મચારીઓને છૂટ્ટા કર્યા હતા, એવી કંપનીઓએ કર્મચારીઓની જાન્યુઆરીમાં છટણી કરી હતી. ગત વર્ષે ડિસેમ્બરમાં ૧૭,૦૦૦થી વધુ કર્મચારીઓને છૂટ્ટા કરાયા હતા.

 રોજગારી ગુમાવનારાને ટ્રેક કરતી વેબસાઈટના મતે મહામારીની શરૂઆતથી વર્ષ ૨૦૨૨માં ૧,૫૩,૧૧૦ કર્મચારીઓએ નોકરી ગુમાવી છે. જેમાં મેટા, ટ્વિટર, ઓરેકલ, એનવિડીયા, સ્નેપ, ઉબર, સ્પોટીફાઈ, ઈન્ટેલ અને સેલ્સફોર્સ સહિતનો સમાવેશ છે. ગુગલઅન્ય ટેક કંપની પણ વર્ષ ૨૦૨૩ની શરૂઆતમાં કર્મચારીઓની સંખ્યા ઘટાડવાના પગલાં લે એવી શકયતા છે.

 એક અહેવાલ મુજબ ગુગલના ૬ ટકા જેટલા કર્મચારીઓને પર્યાપ્ત અસર નહીં બતાવવા બદલ દૂર કરવામાં આવે એવી શકયતા છે. ગુગલમાં ૨૦૨૩માં ૧૧,૦૦૦ જેટલા કર્મચારીઓ નોકરી ગુમાવે એવી શકયતા છે.