×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બજેટ પહેલા આમ આદમીને મોટી રાહત, હવે આ ટ્રાન્ઝેક્શન પર નહીં લાગે GST

Image : MyGovIndia  Twitter

ગયા અઠવાડિયે કેન્દ્રીય કેબિનેટે ચાલુ નાણાકીય વર્ષમાં RuPay ડેબિટ કાર્ડ અને ઓછા મૂલ્યના BHIM-UPI વ્યવહારોને વધુ પ્રોત્સાહન આપવા માટે બેંકો માટે રૂ. 2,600 કરોડની પ્રોત્સાહક યોજનાને મંજૂરી આપી હતી.

નાણા મંત્રાલયે સામાન્ય બજેટને રજૂ કરવાની તૈયારી શરુ કરી દીધી છે. નાણા મંત્રી સીતારમણ આવતા મહિનાની પહેલી તારીખે નાણાકીય વર્ષ 2023-24 માટે બજેટ રજૂ કરશે. આ બજેટમાં સામાન્ય લોકોને આશા છે કે સરકાર તરફથી થોડી રાહત મળશે. જો કે કેન્દ્ર સરકારે બજેટથી પહેલા જ સામાન્ય લોકોને એક મોટી રાહત આપી છે. આ રાહતમાં હવે રુપે ડેબિટ કાર્ડ અને ઓછા મૂલ્યના ભીમ યુપીઆઈ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટૈક્સ લાગશે નહીં. સરકારે રુપે કાર્ડ અને ભીમ યુપીઆઈ વ્યવહારોને વધારવા માટે બેંકો માટે અપાયેલી ટૈક્સ છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. આ જાણકારી નાણા મંત્રાલયે આપી હતી.

RuPay ડેબિટ કાર્ડ અને BHIM-UPIમાં મળશે લાભ

ગયા અઠવાડિયે કેન્દ્રીય કેબિનેટે ચાલુ નાણાકીય વર્ષમાં RuPay ડેબિટ કાર્ડ અને ઓછા મૂલ્યના BHIM-UPI વ્યવહારોને વધુ પ્રોત્સાહન આપવા માટે બેંકો માટે રૂ. 2,600 કરોડની પ્રોત્સાહક યોજનાને મંજૂરી આપી હતી. સરકાર તરફથી રુપે ડેબિટ કાર્ડ અને નીચા મૂલ્યના ભીમ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન્સના પ્રમોશન માટે સરકાર પ્રોત્સાહક યોજના માટે બેંકોને રુપે ડેબિટ કાર્ડ વ્યવહારો અને 2,000 રૂપિયા સુધીના ઓછા મૂલ્યના BHIM-UPI વ્યવહારોના મૂલ્યની ટકાવારીના રુપમાં પ્રોત્સાહન રકમ ચૂકવે છે.

સરકારનું ડિજિટલ વ્યવહાર પર વધુ ધ્યાન 

GSTના મુખ્ય કમિશનરોને મોકલવામાં આવેલા પરિપત્રમાં મંત્રાલયે જણાવ્યું હતું કે પ્રોત્સાહનનો સીધો સંબંધ સેવાના મૂલ્ય સાથે જોડાયેલ સબસિડી સાથે છે. તે સેન્ટ્રલ GST એક્ટ 2017ની જોગવાઈઓ હેઠળ ટ્રાન્ઝેક્શનના કરપાત્ર મૂલ્યનો ભાગ નથી. તેમા કહેવામાં આવ્યુ છે કે કાઉન્સિલ દ્વારા ભલામણ મુજબ, તે સ્પષ્ટ કરવામાં આવે છે કે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય દ્વારા RuPay ડેબિટ કાર્ડ અને ઓછા મૂલ્યના BHIM-UPI વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે GST લાગુ થશે નહીં. આવા વ્યવહાર સબસિડીના રૂપમાં છે અને તેના પર ટેક્સ લાગશે નહીં. ગત વર્ષે ડિસેમ્બરમાં યુપીઆઈએ 12.82 લાખ કરોડ રુપયાના મુલ્યના 782.9 કરોડ ડિજિટલ પેમેંન્ટ ટ્રાન્ઝેક્શનનો રેકોર્ડ બનાવ્યો છે.