×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતના 21 સૌથી વધુ અમીરો પાસે દેશના 70 કરોડ લોકો કરતા વધારે સંપત્તિ : રિપોર્ટ

Image: Envato



આજે આવેલા એક અહેવાલ મુજબ એવું સામે આવી રહ્યું છે કે, ભારતમાં સૌથી અમીર એક ટકા લોકોનો દેશની કુલ સંપત્તિમાં 40 ટકાથી વધુ હિસ્સો રહેલો છે, જ્યારે ગરીબીરેખા નીચેની વસ્તીના લોકો સંપત્તિમાં માત્ર 3 ટકા જ હિસ્સો ધરાવે છે.  અહેવાલમાં મળતી જાણકારી અનુસાર ભારતના 21 સૌથી વધુ ધનિક લોકો દેશના 70 કરોડ લોકો કરતા વધુ સંપતી ધરાવે છે. 

વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાર્ષિક મીટિંગના પહેલા દિવસે તેનો વાર્ષિક અસમાનતા અહેવાલ કે જેના પરથી ભારતની સ્થિતિ માટે એક વાત કહેવામાં આવી હતી, ભારતના દસ સૌથી ધનિકો પર 5 ટકા ટેક્સ લગાવવાથી દેશના બાળકોની શાળાની આર્થિક જવાબદારી પૂરી કરી શકાય છે. હજુ આ અહેવાલમાં એવું પણ કહેવાયું હતું કે, જો ભારતના માત્ર એક અબજપતિ ગૌતમ અદાણી દ્વારા 2017-2021 સુધીના એક જ વખતના ટેક્સમાંથી  ₹1.79 લાખ કરોડ આવક મળી હતી, જે આવક 50 લાખથી વધુ પ્રાથમિક શાળાના શિક્ષકોને રોજગારી આપવા માટે પુરતી હતી.

'સર્વાઈવલ ઓફ ધ રીચેસ્ટ' અહેવાલમાં જણાવવામાં આવ્યું હતુ કે, જો ભારતના અબજોપતિઓ પર તેમની સંપૂર્ણ સંપત્તિ પર 2 ટકાના દરે ટેક્સ લાદવામાં આવે તો તે દેશમાંથી આગામી ત્રણ વર્ષ માટેની કુપોષિત સમસ્યાનો નાશ કરી શકે છે. દેશમાં તેમના પોષણ માટે ₹40,423 કરોડનો ખર્ચો મળતા કુપોષણની સમસ્યાને ટેકો મળી શકે છે.

દેશના 10 સૌથી ઘનિક અબજોપતિઓ પર 5 ટકાનો વન-ટાઇમ ટેક્સ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને આયુષ મંત્રાલયના અંદાજ કરતાં 1.5 ગણો વધારે છે. વર્ષ 2022-23 માટે રૂ. 3,050 કરોડ મળી શકે છે. લિંગ અસમાનતાના અહેવાલમાં એવું કહેવામાં આવ્યું છે કે, સ્ત્રી કામદારોએ એક પુરૂષ કામદારની કમાણી કરતા પ્રત્યેક 1 રૂપિયા માટે ફક્ત 63 પૈસા જ કમાયા છે.

અનુસૂચિત જાતિઓ અને ગ્રામીણ કામદારો માટે સ્થિતિ વધુ ગંભીર છે, તેને માત્ર 55 ટકા કમાણી કરી હતી, અને ત્યારબાદ 2018 અને 2019 વચ્ચે શહેરી કમાણીમાંથી માત્ર અડધી કમાણી કરી હતી. ઓક્સફેમે જણાવ્યું હતું કે, નવેમ્બર 2022થી રોગચાળોની પરિસ્થિતિ વચ્ચે  ભારતમાં અબજોપતિઓએ તેમની સંપત્તિમાં 121 ટકા એટલે કે ₹3,608 કરોડ પ્રતિ દિવસનો વધારો કર્યો છે.

તે સિવાય 2021-22માં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં કુલ ₹14.83 લાખ કરોડમાંથી અંદાજે 64 ટકા વસ્તી જેમાં 50 ટકા મધ્યમ વર્ગની જોવા મળી રહી છે, તે સિવાય ટોચના 10 લોકોમાંથી માત્ર 3 ટકા GST જ પ્રાપ્ત થયો હતો. ઓક્સફેમે જણાવ્યું હતું કે, ભારતમાં અબજોપતિઓની કુલ સંખ્યા 2020 માં 102 થી વધીને 2022 માં 166 થઈ ગઈ છે.