×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

તો રાજસ્થાનમાં ફરી રાજકીય તિરાડ, એક તરફ ગેહલોતની ચિંતન શિબિર, તો બાજુ પાયલટની કિસાન રેલી

Image Twitter

જયપુર, તા.16 જાન્યુઆરી-2023, સોમવાર

રાજસ્થાન કોંગ્રેસમાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. સચિન પાયલટ અને અશોક ગહેલોત વચ્ચે રાજનીતિક કોલ્ડવોર શરુ થઈ રહ્યો છે. તાજેતરમાં સચિન પાયલટ આજ સોમવારથી રાજસ્થાનમાં કિસાન રેલીની શરુઆત કરી રહ્યા છે, બીજી તરફ CM ગહેલોત આજ રાજધાની જયપુરમાં બે દિવસીય ચિંતન શિબિરનું આયોજન કરી રહ્યા છે. આ ચિંતન શિબિરમાં ગહેલોત સરકાર તેમના ચાર વર્ષ કાર્યકાળનું મંથન કરશે. આ શિબિરમાં ગહેલોત સરકારના મંત્રી તેમના ચાર વર્ષના કાર્યોનુ પ્રઝેન્ટેશન કરશે. તો આ બાજુ પાયલટ પોતાની શક્તિનું પ્રદર્શન બતાવશે. રાજસ્થાન કોંગ્રેસમાં અબ જાયે તો જાયે કહા..... જેવી કોંગ્રેસની સ્થિતિ જોવા મળે છે. 

ચિંતન શિબિરમાં ગહેલોત સરકાર તેમની સિદ્ધિઓનું પ્રઝેન્ટેશન બતાવશે 

ગહેલોત સરકારની આ ચિંતન શિબિરમાં કોંગ્રેસના ઘોષણા પત્ર અને બજેટની ઘોષણા પર થયેલ કાર્યો પર રિપોર્ટ રજુ કરશે. આમા ગહેલોત સરકાર તેમની સિદ્ધિઓ બતાવવામાં આવશે અને જે કમજોરીઓ રહી ગઈ છે તેમાં સુધારો કરવાની કોશીશ કરવામા આવશે. છેલ્લા કેટલાક સમયથી આની માટે તૈયારી કરવામાં આવી રહી હતી. આ પ્રઝેન્ટેશન માટે દરેક વિભાગોમાંથી સંપુર્ણ વિગતો મંગાવવામાં આવી હતી. દરેક મંત્રી દશ-દશ સ્લાઈડ બનાવી પોત પોતાના વિભાગની કામગીરીનો હિસાબ રજુ કરશે. 

ખેડુતોની ભારે ભીડ ભેગી કરી પોતાની શક્તિનું પ્રદર્શન કરી રહ્યા છે.

આ બાજુ સચિન પાયલટ સોમવારે રાજસ્થાનમાં કિસાન રેલી દ્વારા પોતાની તાકાતનું પ્રદર્શન બતાવવા માટે મેદાને ઉતર્યા છે. પાયલોટ પોતાની કિસાન રેલીની શરૂઆત નાગૌર જીલ્લામાંથી કરી રહ્યા છે. પહેલી રેલી નાગૌરથી પરબતસર સુધી કાઢવામાં આવશે. આ રેલીની શરુઆત બપોરે બાર વાગ્યે કરવામાં આવી રહી છે. આ માટે પાયલટ પોતાનું એટી ચોટીનું જોર લગાવી રહ્યા છે. અને તેઓ ખેડુતોની ભારે ભીડ ભેગી કરી પોતાની શક્તિનું પ્રદર્શન કરી રહ્યા છે.