×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વિરાટ કોહલીની સદી : શ્રીલંકા સામે બનાવ્યો નવો રેકોર્ડ, સચિનના રેકોર્ડની બરાબરી કરવામાં થોડોક જ દૂર

Image - BCCI Twitter

થિરુવનંતપુરમ, તા.15 જાન્યુઆરી-2023, રવિવાર

ભારતીય ટીમના પૂર્વ સુકાની વિરાટ કોહલીનું ધમાકેદાર ફોર્મ જોવા મળી રહ્યું છે અને રવિવારે શ્રીલંકા સામે રમાઈ રહેલી ત્રીજી વન-ડેમાં કોહલીએ સેન્ચ્યુરી ફટકારી દીધી છે. વિરાટ કોહલીએ આ સિરિઝમાં બીજી સદી ફટકારી છે. જ્યારે કોહલીએ વન-ડે કેરિયરમાં 46મી સદી પુરી કરી છે. વિરાટ કોહલીએ માત્ર 85 બોલમાં પોતાની સેન્ચ્યુરી પુરી કરી, આ દરમિયાન તેણે 10 ફોર અને 1 સિક્સ પણ ફટકારી છે.

વિરોટ કોહલીએ ફરી તેના જુના રંગમાં જોવા મળી રહ્યો છે. કોહલીની સતત સદી જોઈ તેના ચાહકોને પણ ખુશ થઈ રહ્યા છે. છેલ્લી ચાર વન-ડેમાં કોહલીએ ત્રીજી સદી ફટકારી છે સાથે તે સતત રેકોર્ડો પણ સર્જી રહ્યો છે. રેકોર્ડની વાત કરીએ તો વન-ડે ક્રિકેટ કેરિયરમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે વિરાટ કોહલી સચિનથી 3 સદી છે. ત્રીજી વન-ડેમાં સદી ફટકાર્યા બાદ કોહલીએ આજે બે રેકોર્ડ બનાવ્યા છે. તેણે ODIમાં કોઈ એક ટીમ સામે સૌથી વધુ રન કરવાનો રેકોર્ડ પણ તોડ્યો છે. તો હોમગ્રાઉન્ડ પર સૌથી વધુ વન-ડે સદી ફટકારવાનો સચિનને રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. સચિને હોમગ્રાઉન્ડમાં 20 સદી ફટકારી છે, તો કોહલીએ આ રેકોર્ડ તોડી 21મી સદી ફટકારી દીધી છે.

વિરાટ કોહલીની છેલ્લી પાંચ ઈનિંગ્સ (ODIમાં)

  • વિ. બાંગ્લાદેશ, 5 રન
  • વિ. બાંગ્લાદેશ, 113 રન
  • વિ શ્રીલંકા, 113 રન
  • વિ.શ્રીલંકા, 4 રન
  • વિ.શ્રીલંકા, 100* રન

વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ સદી

  • સચિન તેંડુલકર - 463 મેચ, 49 સદી
  • વિરાટ કોહલી - 268 મેચ, 46 સદી
  • રિકી પોન્ટિંગ - 375 મેચ, 30 સદી
  • રોહિત શર્મા - 238 મેચ, 29 સદી
  • સનથ જયસૂર્યા - 445 મેચ, 28 સદી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી

  • સચિન તેંડુલકર - 664 મેચ, 100 સદી
  • વિરાટ કોહલી - 484 મેચ, 74 સદી
  • રિકી પોન્ટિંગ - 560 મેચ, 71 સદી

હોમગ્રાઉન્ડ પર સૌથી વધુ વનડે સદી

  • ભારતમાં 21 વિરાટ કોહલી (102 ઈનિંગ્સ)
  • ભારતમાં 20 સચિન તેંડુલકર (160 ઈનિંગ્સ)
  • દક્ષિણ આફ્રિકામાં 14 હાશિમ અમલા (69 ઈનિંગ્સ)
  • ઓસ્ટ્રેલિયામાં 14 રિકી પોન્ટિંગ (151 ઈનિંગ્સ)

એક ટીમ સામે સૌથી વધુ ODI સદી

  • 10 વિરાટ કોહલી વિ. શ્રીલંકા
  • 9 વિરાટ કોહલી વિ. વિન્ડીઝ
  • 9 સચિન તેંડુલકર વિ. ઓસ્ટ્રેલિયા
  • 8 રોહિત શર્મા વિ. ઓસ્ટ્રેલિયા
  • 8 વિરાટ કોહલી વિ. ઓસ્ટ્રેલિયા
  • 8 સચિન તેંડુલકર વિ. શ્રીલંકા

શ્રીલંકા સામે સૌથી વધુ રન બનાવવાને રેકોર્ડ

ઉપરાંત કોહલીએ પોતાની કારકિર્દીમાં શ્રીલંકા સામે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ કર્યો છે. કોહલીએ શ્રીલંકા સામેની વન-ડેમાં 2400થી વધુ રન બનાવ્યા છે. ત્યારબાદ તેણે વિન્ડીઝ સામે 2261 રન બનાવ્યા છે.

કોહલી દ્વારા કોઈ એક ટીમ વિરૂદ્ધ ODI રન

  • 2400 વિ. શ્રીલંકા
  • 2261 વિ. વેસ્ટ ઈન્ડિઝ
  • 2083 વિ. ઓસ્ટ્રેલિયા
  • 1403 વિ. દક્ષિણ આફ્રિકા