×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઉત્તરાયણની સાંજે જોવા મળી દિવાળી જેવી આતશબાજી, કલરફુલ ફટાકડાથી આકાશ ઝળહળી ઉઠ્યું

અમદાવાદ, તા. 14 જાન્યુઆરી 2023, શનિવાર 

ભારત દેશ વિવિધતાઓથી ભરેલો દેશ છે. ભારત દેશ સાંસ્કૃતિક દ્રષ્ટીએ ઘણુ જ મહત્વ ધરાવે છે. દેશમાં દરેક જ્ઞાતિ જાતિના લોકો સર્વ ધર્મ સમભાવના મંત્ર સાથે વસવાટ કરી રહ્યાં છે એટલે દેશમાં અનેક તહેવારોની ધામધૂમપૂર્વક ઉજવણીઓ થતી હોય છે. જેમાં ઉત્તરાયણનો તહેવાર પણ ખુબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. આ તહેવારમાં નાના-મોટા સૌમા  ભજવે છે. ઉત્તરાયણનો તહેવાર નામ આવતાં જ ગુજરાત અને ગુજરાતીઓ યાદ આવે તે સ્વાભાવિક છે. ગુજરાતમાં અમદાવાદ અને સુરત પતંગ માર્કેટનું સૌથી મોટું માર્કટ ગણાય છે. 

આકાશ આખો દિવસ રંગેબરંગી પતંગોથી છવાયેલુ જોવા મળ્યું

ગુજરાતમાં મકરસંક્રાંતિના તહેવારમાં સવારથી જ પતંગ રસિયાઓ પતંગ ઉડાવવા માટે ધાબે પહોચી જતા હોય છે. અને આ તહેવાર ધામધૂમથી ઉજવવા તલપાપડ હોય છે.  વહેલી સવારથી જ લોકો પતંગ, ફીરકી તેમજ સાઉન્ડ સિસ્ટમ લઇને ધાબે ચડી જતા હોય છે. તો આ બાજુ સાંજ પડતાં જ આકાશમાં રંગબેરંગી પતંગો સાથે ફટાકડાના કલરફુલ  આતશબાજીથી છવાયેતુ જોવા મળ્યુ હતું. આજે સવારથી આકાશ આખો દિવસ રંગેબરંગી પતંગોથી ઝળહળતું જોવા મળ્યું હતું. સાંજે આકાશ અંધારું થવાની સાથે જ આતશબાજીથી ઝળહળી ઉઠ્યું હતું. 

અમદાવાદ ફટાકડાની આતશબાજીથી ઝળહળી ઉઠ્યું હતું.  

ગુજરાતના અમદાવાદની પોળોમાં મકરસંક્રાંતિનો તહેવાર એક અલગ અંદાજથી ઉજવાય છે. પોળોમાં વહેલી સવારથી જ લોકો પતંગ, ફીરકી તેમજ સાઉન્ડ સિસ્ટમ લઇને ધાબે ચડી ગયા હતા. અને ઉત્તરાયણની રાત્રે લોકોએ પતંગની સાથે આતશબાજી પણ કરી હતી. પતંગ રસિયાઓએ આખો દિવસ પતંગ ઉડાવવાની મજા કરી હતી. એ બાદ રાત્રે ફટાકડા ફોડીને ભવ્ય ઉજવણી કરતા જોવા મળ્યા હતા. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં મણિનગર, ખાડિયા, શાહપુર, રાયપુર દરવાજા, સેટેલાઈટ, એસ,જી હાઈવે તેમજ નારણપુરા સહિતની પોળોમાં લોકોએ ફટાકડા ફોડી ઉજવણી કરતાં જોવા મળ્યા હતા. અને સાંજે આકાશ ફટાકડાની આતશબાજીથી ઝળહળી ઉઠ્યું હતું.