×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઝૂંપડપટ્ટીઓ હટાવાને લઇ AAPના કાર્યકરોનો વિરોધ, બીજેપી હેડક્વાર્ટરનો કર્યો ઘેરાવો

Image: Twitter 


દિલ્હીમાં ઝૂંપડપટ્ટીઓ હટાવવાને લઈને રસ્તાઓ પર હંગામો ચાલી રહ્યો છે.  DDAની નોટિસ સામે AAPનો આજે ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો. આમ આદમી પાર્ટીના પ્રદર્શનકારીઓએ બેરિકેડથી આગળ વધી વિરોધ કરતા દેખાયા હતા. આમ આદમી પાર્ટીએ કહ્યું હતુ કે, આ બધું ભાજપના ઈશારે થઈ રહ્યું છે. AAPએ તેના વિરોધમાં બીજેપી હેડક્વાર્ટરનો ઘેરાવ કર્યો હતો. AAP નેતાઓનો આરોપ છે કે ચૂંટણી પહેલા જ્યાં ઝૂંપડપટ્ટી છે ત્યાં ભાજપે ઘર આપવાનું વચન આપ્યું હતું. હવે એ જ ભાજપ ચૂંટણી બાદ ઝૂંપડપટ્ટીઓ હટાવી રહી છે.

DDA નોટિસ સામે AAPનો વિરોધ
આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો દિલ્હી ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયની સામે ભારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીનું આ પ્રદર્શન દિલ્હીમાં ગેરકાયદેસર ઝૂંપડપટ્ટીઓ હટાવવાની DDAની નોટિસ વિરુદ્ધ ચાલી રહ્યું છે.

પોલીસે ભારે બળનો ઉપયોગ કરીને AAPકાર્યકરોને અટકાવ્યા
વિરોધ કરી રહેલા AAP કાર્યકરો મોટી સંખ્યામાં ભાજપ કાર્યાલય તરફ આગળ વધી રહ્યા હતા, પરંતુ દિલ્હી પોલીસે ભાજપ કાર્યાલય પહોંચતા પહેલા જ તેમને બેરિકેડ કરી દીધા હતા. આ દરમિયાન પોલીસે તેમને રોકવા છતાં AAP કાર્યકર્તાઓ આગળ વધવાનું શરુ રાખ્યું હતુ, ત્યારબાદ પોલીસે વોટર કેનન અને ભારે પોલીસ બળનો ઉપયોગ કરીને AAPકાર્યકરોને અટકાવ્યા હતા. હજી પણ ત્યાં AAPના કાર્યકરો દ્વારા પ્રદર્શન ચાલી રહ્યું છે.