×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જહાંગીરપુરીમાં દિલ્હી પોલીસનો મોટો દરોડો, એક મકાનમાંથી 2 હેન્ડ ગ્રેનેડ મળ્યા

દિલ્હી પોલીસની સ્પેશીયલ સેલે ભલસ્વા ડેરીમાં મોડી રાત્રે છાપેમારી કરી હતી. આ છાપેમારી દરમિયાન બે હેંડ ગ્રેનેડ સહિત હથિયાર જપ્ત કર્યા હતા. જહાંગીરપુરમાં ફ્લેટમાંથી UAPA મુજબ પકડાયેલા નૌશાદ અને જગજીત સિંહને પુછપરછ કર્યા બાદ ભલસ્વા ડેરીમાં પોલીસે દરોડાની કાર્યવાહી કરી હતી. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે પણ મોડી રાત્રે FSL ટીમને ઘટનાસ્થળે બોલાવી હતી. FSL ટીમે ભાલસ્વા ડેરીના આ મકાનમાંથી કેટલાક લોહીના નમૂના લીધા છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને જહાંગીરપુરીમાં કેટલાક શંકાસ્પદ લોકો છુપાયા હોવાની માહિતી મળી હતી.

બંનેએ હત્યા કરી હોવાની આશંકા

દિલ્હી પોલીસે આ માહિતીના આધારે નૌશાદ અને જગજીતને પકડી પાડ્યા હતા. પોલીસે બંનેની પૂછપરછ કરતાં ભલસ્વા ડેરી સ્થિત મકાનમાં દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન સ્થળ પરથી હથિયારો મળી આવ્યા હતા અને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલની ટીમે દિવાલો પર લોહીના નિશાન પણ જોયા હતા.લોહીના ડાઘ જોઈને દિલ્હી પોલીસે એફએસએલ ટીમને પણ સ્થળ પર બોલાવી હતી. આ સેમ્પલ લીધા બાદ તપાસ શરૂ કરી હતી. દિલ્હી પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે જગજીત સિંહ વિદેશમાં બેઠેલા ખાલિસ્તાની હેન્ડલર્સના સંપર્કમાં હતો. તેણે નૌશાદની સાથે મળીને આ ઘરમાં કોઈની હત્યા કરી હતી.

ખાલિસ્તાન આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા છે

સુત્રોના જણાવ્યા અનુસાર નૌશાદ અને જગજીતે આ ઘરમાં હત્યા કર્યા બાદ તેનો વીડિયો પણ બનાવ્યો હતો. બંનેએ હત્યાકાંડનો વીડિયો વિદેશના હેન્ડલરને મોકલ્યો હતો. પોલીસ જાણવા માટે પ્રયાસ કરી રહી છે કે બંનેએ કોની અને શા માટે હત્યા કરી હતી. ધરપકડ કરાયેલ આરોપી જગજીત સિંહ વિદેશમાં બેઠેલા ખાલિસ્તાની આતંકવાદીઓના સંપર્કમાં હતો અને નૌશાદ આતંકવાદી સંગઠન હરકત-ઉલ-અંસાર સાથે સંકળાયેલો હતો તેમજ ડબલ મર્ડર કેસમાં સજા કાપીને જેલમાંથી બહાર આવ્યો હતો.

બંનેને પોલીસ રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા 

ગુરુવારે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે દરોડા પાડતા જહાંગીરપુરી વિસ્તારમાંથી બે શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી. આ લોકો ટાર્ગેટ કિલિંગની યોજના બનાવી રહ્યા હતા. આ યોજના પોલીસે નિષ્ફળ બનાવી હતી. આ સાથે બંને શકમંદો ભૂતકાળમાં પણ મોટી ઘટનાઓમાં સંડોવાયેલા છે. પોલીસે બંનેની પૂછપરછ હાથ ધરી હતી. જગજીત અને નૌશાદ પર ગેરકાનૂની પ્રવૃત્તિઓ એક્ટ લાદવામાં આવ્યો હતો. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે બંનેને 14 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધા છે.