×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાત સહિત સમગ્ર ભારતમાં આજે ઉજવાશે ઉત્તરાયણ, પતંગ રસિકોમાં ઉત્સાહ

Image : CMO Gujarat

ગુજરાત રાજ્ય સહિત દેશભરમાં વિવિધ રીતે મકરસંક્રાતિની હર્ષોઉલ્લાસથી ઉજવણી થશે. ગુજરાત રાજ્યમાં ઉત્તરાયણનું ખુબ મહત્વ હોય છે તેથી આજે ગુજરાતવાસીઓ આનંદ અને ઉલ્લાસથી આ તહેવારની ઉજવણી કરશે. આજે  હવામાન ખાતાની આગાહી મુજબ પવનની ગતિ 15થી 20 કિ.મી પ્રતિ કલાક રહેશે. પતંગ રસિકોમાં ભારે ઉત્સાહ. 

ગુજરાતમાં પતંગોત્સવના તહેવારનું ખુબ જ મહત્વ હોય છે ત્યારે આજે લોકો પોતાના મકાન અને ફ્લેટની અગાસી પર જઈને પતંગ ચગાવવાની મજા માણસે. હવામાન વિભાગ દ્રારા પવનની ગતીની આગાહી કરતા પવન સારો રહેશે અને પતંગબાજોને પતંગ ચગાવવા માટે મહેનત નહી કરવી પડે. ગુજરાતના લોકો આજે આનંદ અને હર્ષોઉલ્લાસથી આ તહેવારની ઉજવણી કરશે. આજે ગુજરાતમાં કોરોના બાદ પ્રથમ વખત કોઈ નિયમ વગર જ મકરસક્રાંતિના તહેવારની ઉજવણી કરવામાં આવશે. આ સાથે આજે તહેવાર નિમિતે દાનનું પણ ખુબ જ મહત્વ હોય છે. લોકો આજે પરંપરા મુજબ દાન-પુવ પણ કરશે. 

શું કરી હવામાન વિભાગે આગાહી

આજે ઉત્તરાયણના તહેવાર પર હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે પવન 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે. પતંગ રસિયાઓએ પતંગ ચગાવવા માટે મહેનત કરવી નહીં પડે અને  પતંગ સરળતાથી ચગી જશે. આજે ઉતર-પૂર્વ દિશા તરફથી પવનો ફૂંકાશે. આજના દિવસે પુરતા પ્રમાણમાં પવન રહેતા પતંગ ચગાવવામાં તકલીફ નહી પડે. બપોરના સમયે પવનની ગતિ થોડી ઓછી થઈ શકે છે. 

આજે રાત્રે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે 

આજે રાત્રે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. આ તહેવાર બીજા દિવસે સૂર્યોદય સાથે ઉજવવામાં આવશે. ઉત્તરાયણના દિવસે ગંગા સ્નાનનું પણ અનેરુ મહત્વ છે. ગંગામાં સ્નાન કર્યા પછી દાન-પુન કરવાની પણ પરંપરા છે. 

ગઈકાલે બજારમાં ઉમટી પડ્યા પતંગ રસીકો

આજે ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવા માટે ગુજરાતના અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત જેવા મોટા શહેરો સહિત નાના શહેરો તેમજ તાલુકાના મથકોએ બજારમાં પતંગ ફીરકીની ખરીદી કરવા માટે પતંગ રસીકો બજારમાં ઉમટી પડ્યા હતા અને બજારમાં ભારે ભીડ જોવા મળી હતી. આ ઉપરાંત બજારમાં જીંજરા, તલના લાડું, શેરડી અને અન્ય નાસ્તો લેવા માટે પણ બજારમાં ભીડ જોવા મળી હતી.