×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

‘મારા વ્યક્તિગત અને રાજકીય જીવનનું એક જ લક્ષ્ય’ રાહુલ ગાંધીએ પત્ર લખી કહી ઘણી વાત

Image: INC Twitter 


કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા અંતર્ગત લગભગ 3500 કિલોમીટરનું અંતર કાપ્યું છે. હાલ આ યાત્રા પંજાબ સુધી પહોંચી ગઈ છે. રાહુલ ગાંધીએ ઓપન પત્ર લખીને પોતાના પ્રવાસના અનુભવો વર્ણન લોકો સાથે  શેર કર્યું હતુ. તેમની સાથે તેમણે પોતના અંગત અને રાજકીય જીવનનું લક્ષ્ય શું છે તે અંગે પણ બોલ્યા હતા.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઓપન પત્ર લખીને કહ્યું છે કે, ભારત જોડો યાત્રાએ ઘણું શીખવ્યુ છે. ઉપરાંત તેમણે પોતના લક્ષ્ય અંગેની વાત કરતા કહ્યું હતું કે, મારા વ્યક્તિગત અને રાજકીય જીવનનું લક્ષ્ય એક જ કે, જો કોઈનો અવાજ દબાવવામાં આવી રહ્યો તો તેવા નબળા લોકો સમી ઢાલ બની તેમનો અવાજ ઉઠાવવો અને તેમના અધિકારના રક્ષણ કરવાનો છે. 


તેમણે પત્રમાં કહ્યું કે, "મારું સ્વપ્ન દેશને અંધકારમાંથી પ્રકાશ તરફ, નફરતમાંથી પ્રેમ તરફ અને નિરાશામાંથી આશા તરફ લઈ જવાનું છે." આ લક્ષ્ય મેળવા હું, મહાન બંધારણના ઘડવ્યા એવા આપણા મહાપુરુષોએ આપેલા સિદ્ધાંતો અને મૂલ્યોને મારો આદર્શ બનાવીને આગળ વધીશ. રાહુલ ગાંધીએ ભારતના આર્થિક સંકટ વિશે પણ વાત કરી હતી. ઉપરાંત, યુવાનોની બેરોજગાર, મોંઘવારી જેવા મુદ્દાએ પણ લખ્યા હતા. તેમણે એક દાવો કરતા કહ્યું હતું કે, હાલ ચારે બાજુ નિરાશાનું વાતાવરણ છે. એક ધર્મને બીજા ધર્મ સાથે, જાતિને બીજી જાતિ સાથે અને એક ભાષાને બીજી ભાષા સાથે લડાવવામાં આવી રહ્યા છે.

રાહુલ ગાંધીએ કહ્યું નફરત હવે પૂરી થઇ જશે
પરસ્પર નફરત અને ઝઘડા આપણા દેશના વિકાસમાં અવરોધ રૂપ સાબિત થઇ શકે છે. મને ખાતરી છે કે, આપણે બધા જાતિ, ધર્મ, પ્રદેશ અને ભાષાના મતભેદોથી આગળ આવી જે સમાજમાં દુષ્ટતા પેદા કરે છે તેણે દુર કરીશું.