×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જોશીમઠ સંકટ વચ્ચે સુષ્મા સ્વરાજનો જૂનો વીડિયો વાયરલ, કહ્યું હતું પ્રકૃતિ કરશે વિનાશ લીલા

Image : Screen grab from  BJP youtube 

ઉત્તરાખંડના ચમોલી જીલ્લાના ખુબસૂરત શહેર જોશીમઠ હાલ જમીન ધસવાને કારણે ચર્ચામાં છે. ભારત અને ચીન સીમા પર વસેલા આ જીલ્લાના આપદાગ્રસ્ત શહેર જોશીમઠ આ દિવસોમાં  ભૂસ્ખલન અને મકાનોમાં પડી રહેલી દરારના કારણે નાજુક સ્થિતિથી પસાર થઈ રહ્યું છે. હાલ દરાર પડેલા મકાનો પર લાલ નિશાન લગાવવામાં આવી રહ્યા છે. દેવભૂમીના વિકાસ અને વિનાશને લઈને ચર્ચાઓ વચ્ચે અત્યારે બીજેપીના દિવંગત નેતા સુષ્મા સ્વરાજનો એક જુનો વીડિયો ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે.

કેટલાક લોકો અને ભૂ- વૈજ્ઞાનિકોનું માનવું છે કે પહાડોમાં સતત બનાવાઈ રહેલી સુરંગો અને બની રહેલા રસ્તાઓ માટે પહાડોને કાપીવાને કારણે હવે પ્રકૃતિના રૌદ્ર સ્વરુપ જોવા મળી રહ્યું છે. આનું કારણ ભીષણ વિનાશને બતાવાઈ રહ્યુ છે. આવા જ એક મુદ્દા પર દિવંગત બીજેપી નેતા સુષ્માનો એક વીડિયો આ દિવસે સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જણાવાઈ રહ્યુ છે કે આ વીડિયો 4 સપ્ટેમ્બર 2013નો છે. 

વિકાસ અને વિનાસ પર સવાલ

ભારતીય જનતા પાર્ટીના પ્રખર પ્રવક્તા અને પૂર્વ દિવંગત વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના આ વીડિયોમાં વિકાસના નામે પ્રકૃતિ સાથે છેડછાડ પર બોલી રહી છે. પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું આ ભાષણ વર્ષ 2013નો છે. તે સમયે દેશમાં કોંગ્રેસની ગઠબંધન વાળી યુપીએ સરકાર હતી. આ ભાષણમાં સુષ્મા સ્વરાજ કોંગ્રેસ સરકારને ઘેરતી જોવા મળી રહી છે. આ દરમિયાન તેમણે ભાષણ આપતા ઉત્તરાખંડમાં વિકાસના નામ પર થઈ રહેલા કાર્યોથી થઈ રહેલા વિનાશને લઈને સવાલ ઉઠાવી રહી છે.

પ્રકૃતિ કરશે વિનાશ લીલા- સુષ્મા

સંસદને સંબોધિત કરતા સુષ્મા સ્વરાજે કહ્યુ કે ઉત્તરાખંડમાં વિકાસના નામ પર પ્રકૃતિથી છેડછાડ કરીને પર્યાવરણને પ્રદુષિત કરીને, નદીઓ પર બંધ બાંધવાની જાણે હોડ લાગી છે. આના કારણે આજે વિનાશ થઈ રહ્યો છે. આ દરમિયાન બીજેપી નેતા એ પણ કહે છે કે પ્રકૃતિ એક દિવસ બધુ જ નષ્ટ કરે છે. પ્રકૃતિની વિનાશ લીલામાં બધુ જ નષ્ટ થઈ જાય છે.