×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

તસવીરોએ ચીનનો ભાંડો ફોડ્યો ! કોરોનાથી સ્થિતિ બેકાબૂ, રેકોર્ડ મોત, સ્મશાન બહાર વાહનોની કતારો

બેજીંગ, તા.11 જાન્યુઆરી-2023, બુધવાર

કોરોનાથી ચીનની સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ છે. અહીં રેકોર્ડ મોતો થઈ રહ્યા છે, દર્દીઓથી હોસ્પિટલ ઉભરાઈ રહી છે. અગાઉના કોરોનાકાળ કરતા પણ આ વખતે ચીન ભયંકર સ્થિતિનો સામનો કરી રહ્યો છે, જોકે ચીન કોરોનાથી ઉભી થયેલી ભયંકર સ્થિતિને માનવામાં ઈન્કાર કરી રહ્યો છે.

એક વર્ષ પહેલા કુનમિંગ ફ્યુનરલ હોમની આસપાસનો વિસ્તાર

સેટેલાઈટ તસવીરો સામે આવતા ચીનનો ભાંડો ફૂટ્યો

ચીન મૃતકો અને દર્દીઓના આંકડા છુપાવી રહ્યો હોવાથી ત્યાં હાલની પરિસ્થિતિ  સમજવા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન માટે પણ પડકારજનક બની ગયું છે. જોકે હવે સેટેલાઈટ તસવીરો સામે આવી ગઈ છે. આ તસવીરોમાં સ્મશાન ઘાટોની બહાર લાંબી કતારો જોવા મળી રહી છે, રેકોર્ડ મોત થયા હોવાનું સત્ય સામે આવી રહ્યું છે.

ગયા અઠવાડિયે કુનમિંગ ફ્યુનરલ હોમનું દ્રશ્ય, પ્રવેશદ્વારની નજીકની પાર્ક કરેલી અસંખ્ય કાર દર્શાવે છે.

કોરોનાથી માત્ર 5200 મોતનો ચીનનો દાવો કેટલો સાચો

આ ચિંતાજનક બાબત વચ્ચે ચીન દ્વારા આંકડા છુપાવવાની બીમારીને એ રીતે સમજી શકાય છે કે, ચીન તરફથી હજુ પણ દાવો થઈ રહ્યો છે કે, દેશમાં માત્ર 5200 લોકોના જ કોરોનાથી મોત થયા છે. ચીનનું માનીએ તો જ્યારે દેશમાં કોરાનાની એન્ટ્રી થઈ, ત્યારે આ વાયરલથી માત્ર 5200 લોકોના જ મોત થયા છે. જોકે ચીનના આ દાવાથી ઉપર આંતરરાષ્ટ્રીય એજન્સીઓ દ્વારા જે પ્રોજેક્શન રજુ કરવામાં આવી છે, તે બતાવવા માટે પુરતું છે કે, ચીનમાં પરિસ્થિતિ બેકાબુ બની ગઈ છે, જમીન પર અફરા-તફરીનો માહોલ છે.

દેશમાં રોગચાળો ફેલાય તે પહેલાની જાન્યુઆરી 2020ની તાંગશાન સિટીની અંતિમ સંસ્કાર ઘાટની સેટેલાઈટ તસવીર

સ્મશાન ઘાટ બહાર વાહનોની લાંબી કતારો

એજન્સીઓ મુજબ, હાલના સમયમાં ચીનમાં કોરોનાથી દૈનિક 5000 લોકોના મોત થઈ રહ્યા છે. Maxar Technologies તરફથી શેર કરવામાં આવેલી સેટેલાઈટ તસવીરોમાં ઘણા પ્રકારના બદલાવ જોવા મળી રહ્યા છે. બીજિંગ સરહદ પાસે એક નવું સ્મશાન ઘટા બનાવી દેવાયું છે. કુનમિંગ, નાનજિંગ, ચેંગડુ, તાંગશાન અને હુઝોઉ જેવી જગ્યાઓ પર સ્મશાન ઘાટ બહાર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. એ વાતના પુરાવાઓ પણ મળી ગયા છે કે, ચીનની આરોગ્ય સેવાઓ પડી ભાંગી છે. ચીનમાં દર્દીઓ માટે બેડ નથી, જરૂરી દવાઓની અછત છે અને ભીડ વધતી જઈ રહી છે. 

ગયા અઠવાડિયાની તાંગશાન સિટીની અંતિમ સંસ્કાર ઘાટની સેટેલાઈટ તસવીર, જ્યાં અસંખ્ય વાહનો પાર્ક જોવા મળી રહ્યા છે.