×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઉત્તરાયણ પર પવનને લઈને હવામાન વિભાગની આગાહી, ઠંડી ઓછી થશે એવું વિચારતા નહીં

image twitter

 

અમદાવાદ, 9 જાન્યુઆરી 2023 સોમવાર

દર વર્ષે ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સવારે સારી રહેતી હોય છે અને બપોર પછી ઓછી થઈ જતી હોય છે. જેથી પતંગ રસિકોની મજા બગડતી હોય છે. પરંતુ આ વખતની ઉત્તરાયણમાં પતંગ રસિકોને મજા પડી જશે. હવામાન વિભાગે પતંગ રસિકો માટે આગાહી કરી છે. ઉત્તરાયણના દિવસે આ વખતે સારો પવન રહેવાની શક્યતાઓ છે. હાલમાં રાજ્યમાં ઠંડીનું જોર યથાવત છે. આગામી ત્રણ દિવસ બાદ ઠંડીમાં વધારો થશે. તે ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં ધુમ્મસવાળુ વાતાવરણ રહેશે. 

લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત
ગુજરાતમાં ઠંડીમાં થઇ રહેલા ઘટાડાનો ક્રમ સતત બીજા દિવસે જારી રહ્યો છે. ગત રાત્રિએ રાજ્યભરમાં સરેરાશ લઘુતમ તાપમાન ૧૨ ડિગ્રીથી વધારે નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ૩ દિવસ લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્ છે. જોકે, ત્યારબાદના બે દિવસમાં લઘુતમ તાપમાન ૨-૩ ડિગ્રી ઘટતાં ઠંડીમાં સાધારણ વધારો થઇ શકે છે. ગત રાત્રિએ ૧૨.૫ ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. નલિયાના સરેરાશ લઘુતમ તાપમાનમાં ચાર દિવસમાં ૧૦ ડિગ્રી જેટલો વધારો નોંધાયો છે.

અમદાવાદમાં તાપમાનમાં ચાર ડિગ્રીનો વધારો નોંધાયો
અમદાવાદમાં ૧૬.૭ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી ૩ દિવસ અમદાવાદમાં સરેરાશ લઘુતમ તાપમાન ૧૬ ડિગ્રીની આસપાસ જ રહે તેવી સંભાવના છે. આજે દિવસ દરમિયાન અમદાવાદનું સરેરાશ મહત્તમ તાપમાન સામાન્યથી ૩ ડિગ્રી વધીને ૩૦.૬ ડિગ્રી નોંધાયું હતું. રાજકોટમાં ૧૭.૨ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રીનો વધારો નોંધાયો હતો.