×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમદાવાદમાં ચાઈનીઝ દોરીના શોખીનોની ખેર નહીં, પોલીસ ગોઠવશે ટ્રેપ

Image : Ahmedabad Police Twitter

અમદાવાદ, 9 જાન્યુઆરી 2022, સોમવાર

ગુજરાતમાં ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે છતાપણ હજુપણ અમદાવાદ જેવા મોટ શહેરોમાં મીઠી નજર હેઠળ અનેક જગ્યાએ ખાનગીમાં આ ચાઈનીઝ દોરીનું વેચાણ ચાલુ છે. જો કે હવે અમદાવાદ પોલીસ આ મામલે એક્શન મોડમાં આવી ગઈ છે. અમદાવાદમાં હવે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ કરનારાઓની ખેર નહીં રહે અને તેના માટે પોલીસે એક ખાસ પ્લાન તૈયાર કર્યો છે. 

ચાઈનીઝ દોરી પકડવા ગોઠવાશે ટ્રેપ

અમદાવાદમાં હવે ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરનાર કે સંગ્રહ કરનાર કે તેનું ખાનગી રીતે વેચાણ કરનાર શોખીનો માટે પોલીસ બિછાવી રહી છે જાળ અને હવે આ ચાઈનીઝ દોરીના શોખીનની ખેર રહેશે નહીં. અમદાવાદમાં ચાઈનીઝ દોરી પકડવા માટે હવે સામાન્ય માણસની મદદ લઈ રહી છે. અમદાવાદના નાગરિકો 100 નંબર પર ચાઈનીઝ દોરી અંગે ફરિયાદ કરી શક્શે. અમદાવાદમાં ચાઈનીઝ દોરીના પ્રતિબંધના નિયમના પાલન માટે ગૃહ વિભાગે સુચના આપી છે. આ મામલે કમિશ્નર અને કલેક્ટરને પણ સુચના આપી દેવામાં આવી છે. અમદાવાદ પોલીસ ટ્રેક ગોઠવશે અને આ ટ્રેપમાં તે નકલી ગ્રાહક કે કોઈ અન્ય વ્પક્તિને ડમી રીતે ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા વ્યક્તિ પાસે મોકલીને કાર્યવાહી કરશે. આ ઉપરાંત પોલીસ જાહેર સ્થળોએ જનજાગૃતિ શંદેશ પ્રસારીત કરશે અને શાળા કોલેજોમાં પણ જાગૃતિ લાવવા માટે પ્રયાસ કરશે. પોલીસે અમદાવાદના વેપારી સાથે બેઠક કરીને નિયમનું પાલન થાય તે માટે સમજાવટ પણ કરી હતી. 

પોલીસ લેશે કાયદેસરના પગલા

અમદાવાદ પોલીસના જણાવ્યા અનુસાર અમદાવાદમાં જો કોઈ વ્યક્તિ કે વેપારી આ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા પકડાસે તો પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે અને તેના પર યોગ્ય કાનુની પગલા લેવામાં આવશે. અમદાવાદ પોલીસ જુદા જુદા એરીયામાં છુપી રીતે ચાઈનીઝ દોરીના વેચાણ પર વોચ રાખી રહી છે અને માહિતી મેળવશે.

Image : Ahemdabad Police Twitter
 

પોલીસે નાગરીકો સાથે સંવાદ પણ કર્યો હતો

અમદાવાદમાં વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે ચાઈનીઝ દોરી અંગે જાગ્રુતતા લાવવા માટે ઝોન ૭ હેઠળના તમામ પોલીસ સ્ટેશનના નાગરિકો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. આ અંગે જરુરી સૂચનાઓ આપવામા આવી તેમજ નાગરીકોના સુચનો સાંભળવામા આવ્યા હતા.