×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ડાયમંડ સીટી બન્યુ ક્રાઈમ સીટી, 24 કલાકમાં જ ત્રણ હત્યાની ઘટના

Image : Pixabay.com

સુરત, 9 જાન્યુઆરી 2022, સોમવાર

ગુજરાતના ડાયમંડ સીટી તરીકે ઓળખાતા સુરતમાં કાયદાનો કોઈને ડર ન હોય તેમ 24 કલાકમાં જ એક-બે નહીં પણ ત્રણ હત્યા થતા ખળભળાત મચી જવા પામ્યો હતો. ડાયમંડ સીટી ક્રાઈમ સીટી બન્યુ અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે. પોલીસ પર અનેક સવાલો થઈ રહ્યા છે.

ગૃહરાજ્ય મંત્રીના હોમટાઉનમાં ત્રણ હત્યા 

ડાયમંડ નગરી સુરતમાં ગુનાખોરી દિવસેને દિવસે વધી રહ્યી છે. ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હોમટાઉનમાં છેલ્લા 24 કલાકમાં હત્યાની એક નહીં પણ ત્રણ ઘટના સામે આવી છે. સુત્રોમાંથી મળતી વિગત મુજબ સુરતના ડીંડોલી વિસ્તારમાં એક યુવકના ગળાને ભાગે તીક્ષ્ણ હથિયાર મારી તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત સુરતના લીંબાયત વિસ્તારમાં હત્યાની બીજી ઘટના બની છે. જૂની અદાવત રાખી લિંબાયતમાં હત્યાને અંજામ આપી યુવકની હત્યા કરવામાં આવી હતી.  સુરતમાં હત્યાની ત્રીજી ઘટના ફરી ડિંડોલીમાં ઘટી જેમાં ભેસ્તાન આવાસમાં યુવકની કરપીણ હત્યા કરવામાં આવી છે.  

પોલીસની કામગીરી પર ઉઠયા સવાલો

ગુજરાતમાં ક્રાઈમ રેટ વધી રહ્યો છે. ગુજરાત સરકાર શુસાસનના ગાણા ગાઈ રહી છે ત્યારે સુરતમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ-ત્રણ હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી ગયો છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં ડિંડોલી વિસ્તારમાં બે અને લીંબાયત વિસ્તારમાં હત્યાની ઘટના બની છે. સુરત શહેરમાં પોલીસ નિષ્ક્રિયતાના કારણે અસામાજીક તત્વો બેફામ બન્યા છે. સુરતમાં કાયદાનો કોઈને ડર રહ્યો ન હોય તેમ ગુનાખોરીના કિસ્સા વધવા લાગ્યા છે. પોલીસ નિષ્ક્રિયતાના કારણે અસામાજીક તત્વો બેફામ બન્યા હોઇ છેલ્લા 24 કલાકમાં હત્યાની 3 ઘટના સામે આવી છે. અસામાજિક તત્વો બેફામ બનતા પોલીસની સક્રિયતા સામે પણ સવાલ ઊભા થયા છે.