×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

13 રાજ્યોમાં 3 દિવસ ઠંડી-ધુમ્મસની સ્થિતિને લઈ IMDએ કરી આગાહી, 5 રાજ્યોમાં રેડ એલર્ટ

નવી દિલ્હી, તા.08 જાન્યુઆરી-2023, રવિવાર

સમગ્ર ઉત્તર ભારત બર્ફીલા પવનોથી તોબા પોકારી ગયું છે. રાજધાની દિલ્હીમાં શિયાળો સતત રેકોર્ડ તોડી રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, હજુ પણ આગામી ત્રણ દિવસ સુધી ગાઢ ધુમ્મસ રહેશે, એટલે કે વિઝિબિલિટી શૂન્ય મીટર હોઈ શકે છે. 

આ 13 રાજ્યોમાં 2-3 દિવસ ગાઢ ધુમ્મસની આગાહી

આગાહી મુજબ પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર રાજસ્થાન, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, ત્રિપુરા, મધ્યપ્રદેશમાં પણ આગામી 2-3 દિવસ ગાઢ ધુમ્મસ જોવા મળી શકે છે. આ સંભાવનાઓને ધ્યાને લઈ હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જારી કરી દીધું છે.

ઠંડીમાં દિલ્હીના હાલ બેહાલ

દિલ્હીમાં આજનો રવિવારનો દિવસ સિઝનનો સૌથી ઠંડો દિવસ હતો. સફદરજંગમાં લઘુત્તમ તાપમાન 1.9 ડિગ્રી વચ્ચે લોકોએ હાડ થીજાવતી ઠંડીનો સામનો કર્યો. છેલ્લા 3 દિવસથી દિલ્હીનું લઘુત્તમ તાપમાન હિલ સ્ટેશન કરતા ઓછું નોંધાયું હતું. 

10 જાન્યુઆરીથી ઠંડી અને ધુમ્મસમાં રાહતની સંભાવના

હવામાનશાસ્ત્રી ડૉ.આર.કે.જેનમણીએ કહ્યું કે અમે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં રેડ એલર્ટ જ્યારે રાજસ્થાન-બિહારમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવાયું છે. આ રાજ્યોમાં ખૂબ જ ગાઢ ધુમ્મસ જોવા મળી શકે છે. રાહતની વાત એ છે કે, 10 જાન્યુઆરીથી શીત લહેર રહેશે નહીં. બીજી તરફ હવામાન શાસ્ત્રીએ કહ્યું કે, 10 જાન્યુઆરીની રાતથી નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સંભાવના હોવાથી ગાઢ ધુમ્મસ, શીત લહેરમાંથી લોકોને સંપૂર્ણ રાહત મળશે.