×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

IPL બાદ હવે WIPLની તૈયારીમાં BCCI, ટેન્ડર બહાર પાડ્યું, જુઓ ક્યારે યોજાઈ શકે છે ઓક્શન

IMAGE:Twitter












રવિવાર, 8 જાન્યુઆરી 2023   

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) મહિલા આઇપીએલ માટેની તૈયારીઓ ઝડપથી શરૂ કરી દીધી છે. ફેબ્રુઆરીમાં ઓક્શન થઈ શકે છે. હાલમાં બીસીસીઆઈએ આ ટુર્નામેન્ટના ટીમોના માલિકી માટે એક ટેન્ડર બહાર પાડ્યું હતું. મીડિયા રાઈટ્સ માટે પણ ટેન્ડર બહાર પડાયું હતું. 

ક્રિકેટ ફેન્સ માટે સારા અહેવાલો સામે આવ્યા છે. ભારતમાં IPLની લોકપ્રિયતા જોતા BCCI WIPL(વુમન્સ ઈન્ડિયન પ્રિમીયર લીગ)ની તૈયારીઓ પુરજોશથી કરી રહી છે. WIPLમાં ભાગ લેનારા ખેલાડીઓ માટે ફેબ્રુઆરીમાં ઓક્શન યોજાઈ શકે છે. વુમેન્સ આઇપીએલના ઓક્શનને લઇને બીસીસીઆઈએ ખેલાડીઓને જાણ કરવા તમામ રાજ્યોને સુચના પણ મોકલી દીધી છે.

ટુર્નામેન્ટનું નામ હોઈ શકે છે ‘વુમન્સ T20’
એક રીપોર્ટ મુજબ યોજાનાર ટુર્નામેન્ટ માટે 6 ફેબ્રુઆરીએ ઓક્શન થઈ શકે છે. આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ખેલાડીઓને 26મી જાન્યુઆરીએ 5 વાગ્યા સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું પણ જણાવાયું છે. ખેલાડીઓને મોકલેલ પેપરમાં ‘વુમન્સ આઈપીએલ’ની જગ્યાએ ‘વુમન્સ T20’ લખેલું હતું, જેને જોઇને શક્યતા છે કે, આ ટુર્નામેન્ટને આ જ નામથી ઓળખવામાં આવશે. આ શ્રેણી માર્ચમાં મહારાષ્ટ્રમાં શરુ થઈ શકે છે.

કેપ્ડ અને અનકેપ્ડ ખિલાડીઓની બેઝ પ્રાઈઝ કેટલી ?
બીસીસીઆઈએ ઓક્શન માટે કેપ્ડ અને અનકેપ્ડ પ્લેયર આમ બે કેટેગરી બનાવી છે અને ભાગ લેનાર મહિલાઓને રજીસ્ટ્રેશન કરાવવા કહ્યું છે. કેપ્ડ પ્લેયર જે ભારત માટે રમી ચુકી છે અથવા હાલમાં જેનો સેન્ટ્રલ સાથે કરાર હોય તે ખિલાડી પોતાના માટે રૂપિયા 30, 40 કે 50 લાખ બેઝ પ્રાઈસ તરીકે નક્કી કરી શકે છે. આ સિવાય અનકેપ્ડ પ્લેયર માટે બેઝ પ્રાઈસ તરીકે રૂપિયા 10 લાખ અને 20 લાખ આમ બે ઓપ્શન આપવામાં આવ્યા છે. આ જ નિયમો વિદેશી ખિલાડીઓ માટે પણ લાગુ પડશે.