×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પોરબંદર ખાતે ચાલતી રાષ્ટ્રીય સમુદ્ર તરણ સ્પર્ધામાં એક સ્પર્ધકનું હાર્ટએટેકથી અવસાન

Image Twitter

પોરબંદર, તા. 8 જાન્યુઆરી 2023, રવિવાર 

પોરબંદર જિલ્લામાં 7 અને 8 જાન્યુઆરીએ રાષ્ટ્રીય સમુદ્ર તરણ સ્પર્ધા ચાલી રહી છે. આ  રાષ્ટ્રીય સમુદ્ર તરણ સ્પર્ધામાં  દેશભરના તરવૈયા ભાગ લેવા આવી પહોચ્યા હતા. આ સ્પર્ધામાં 940 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો છે. જેમા મોટી સંખ્યામાં બાળકો, સિનિયર સિટીઝનો તથા પેરાસ્વીમરો પણ જોવા મળ્યા હતા. પરંતુ આજે સવારે પોરબંદર ખાતે સ્પર્ધા દરમ્યાન હાર્ટએટેક આવવાથી એક સ્પર્ધકનું અવસાન થયાના સમાચાર સામે આવ્યા છે. ઘટનાને પગલે આયોજકો અને પ્રેક્ષકો ચિંતામાં મુકાઈ ગયા હતા. 

પોરબંદરમાં સ્વિમિંગ સ્પર્ધા 30 વર્ષથી યોજાઈ છે

પોરબંદરમાં દર વર્ષે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ સમુદ્ર તરણ સ્પર્ધાનું આયોજન કરે છે. આ સ્પર્ધા છેલ્લા 23 વર્ષથી યોજાઈ રહી છે અને આ સમુદ્ર તરણ સ્પર્ધાને સ્વિમિંગ ફેડરેશન ઓફ ઈન્ડીયાની પણ માન્યતા મળી હોય તેમ ગત વર્ષની જેમ આ વર્ષે પણ ખાસ દિલ્હી ખાતેથી ફેડરેશનની ટીમ પોરબંદરમાં યોજાયેલી આ તરણ સ્પર્ધાને ઈન્ટરનેશલ નિયમો મુજબ જજ કરી રહી છે. આ સ્પર્ધામાં કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારતીય નેવી તેમજ કોસ્ટગાર્ડ સહિતની સુરક્ષા એજન્સીઓ તેમજ 108 બોટ સહિત સ્થાનિક માછીમારો દ્વારા સતત રેસ્ક્યું સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.