×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જમ્મુ-કાશ્મીરના બાલાકોટમાં સુરક્ષા દળોને મોટી સફળતા, 2 આતંકવાદીઓ ઠાર

Image : Pixabay.com

શ્રીનગર, 8 જાન્યુઆરી 2022, રવિવાર

આજે જમ્મુ-કાશ્મીરના બાલાકોટમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજૌરી વિસ્ફોટમાં સામેલ બે આતંકવાદીઓને સુરક્ષા દળોએ ઠાર માર્યા છે. આ ઉપરાંત વ્હાઇટ નાઈટ કોર્પ્સે કહ્યું કે ધાંગરી હુમલામાં સામેલ આતંકવાદીઓને પકડવા માટે ઓપરેશન ચાલુ છે. બાલાકોટમાં સરહદી વાડ પર તૈનાત સતર્ક સૈનિકોએ અત્યાર સુધીમાં બે આતંકવાદીઓને શોધીને ઠાર માર્યાના સમાચાર છે. આ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને હાલ સેનાની કાર્યવાહી ચાલુ છે.

સરહદના એક કિલોમીટરના એરિયામાં નાઇટ કર્ફ્યુ જાહેર

જમ્મુ-કાશ્મીરના બાલાકોટમાં સુરક્ષાદળોને આજે વધુ એક મોટી સફળતા મળી છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આજે ભારતીય સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન દરમિયાન બે આતંકીઓને ઠાર માર્યાના સમાચાર છે. આ અંગે વ્હાઇટ નાઈટ કોર્પ્સે જણાવ્યુ હતું કે ધાંગરી હુમલામાં સામેલ આતંકવાદીઓને પકડવા માટે સુરક્ષા દળ દ્વારા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. બાલાકોટમાં સરહદી વિસ્તાર પર તૈનાત સતર્ક સૈનિકોએ અત્યાર સુધીમાં બે આતંકવાદીઓને શોધીને ઠાર માર્યા છે. આ સમગ્ર વિસ્તારને સુરક્ષા દળો દ્વારા કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને સેનાની આગળની કાર્યવાહી ચાલુ છે. રાજૌરીના ડાંગરી વિસ્તારમાં ટાર્ગેટ કિલિંગ બાદ જમ્મુ વિભાગમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. સરહદ પર પણ BSFએ ઓપરેશન સર્દ હવા શરૂ કર્યું છે. આ ઓપરેશનમાં દિવસ હોય કે રાત BSF 24 કલાક સરહદોની સુરક્ષામાં લાગેલું છે. સાંબા પ્રશાસન દ્વારા સરહદના એક કિલોમીટરના દાયરામાં નાઇટ કર્ફ્યુ લગાડી દેવામાં આવ્યો છે. બીજી તરફ BSF સરહદ પર સુરક્ષા વ્યવસ્થાને સતત ચોકસાઈ કરી રહ્યું છે જેથી આતંકવાદીઓની ઘૂસણખોરીનું ષડયંત્ર સફળ ન થઈ શકે.