×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમદાવાદમાં આજથી કાઈટ ફેસ્ટિવલનો થશે પ્રારંભ, G20 સમિટની છે થીમ

Image : CMO Gujarat Twitter

અમદાવાદ, 8 જાન્યુઆરી 2022, રવિવાર

અમદાવાદ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજથી આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટિવલ ખુલ્લો મુકવમાં આવશે. આ વખતે કાઈટ ફેસ્ટિવલ G20 સમિટની થીમ પર યોજાવા જઈ રહ્યો છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે આજે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનો પ્રારંભ કરવામાં આવશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ગુજરાત સરકારના મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે. આજથી શરુ થનારો કાઈટ ફેસ્ટિવલ આગામી 14 જાન્યુઆરી એટલે કે ઉતરાયણ સુધી આ મહોત્સવ ચાલશે. આ પતંગ મહોત્સવમાં દેશમાંથી અને વિદેશમાંથી પતંગબાજો જોડાશે. આ વખતે કાઈટ ફેસ્ટીવલમાં અંદાજીત 56 દેશના પતંગબાજો જોડાશે.

અમદાવદ સહિત વિવધ શહેરોમાં પતંગ મહોત્સવ યોજાશે

આ કાઈટ ફેસ્ટિવલ આજથી શરૂ થશે અને આવતા એક અઠવાડિયા સુધી ચાલશે. આ કાઈટ ફેસ્ટીવલમાં યુકે, સાઉથ કોરિયા, ન્યુઝીલેન્ડ, બ્રાઝીલ, ઓસ્ટ્રેલિયા સહિતના 56 દેશોની પતંગો પણ પ્રદર્શિત કરવામાં આવશે અને પતંગના સદીઓ જૂના ઈતિહાસને પણ જીવંત બતાવવામાં આવશે. ગુજરાતમાં અમદાવાદ ઉપરાંત વડોદરા, વડનગર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, દ્વારકા, સુરત સોમનાથ રાજકોટ, ધોલેરા, સફેદ રણ ખાતે કાઈટ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યુ છે જ્યા વિદેશોના પતંગબાજો પરફોર્મ કરશે.