×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજકેટની પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ ભરવાનું આજથી શરુ, માર્ચમા લેવાશે બોર્ડની પરીક્ષા

અમદાવાદ, 6 જાન્યુઆરી 2022, શુક્રવાર

ગુજરાતમાં આજથી ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ ગુજરાત કોમન એન્ટ્રેસ્ટ ટેસ્ટનું ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા આગામી 14મી માર્ચથી શરૂ થવાની છે. ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે ભવિષ્યમાં ડિગ્રી, ફાર્મસી તેમજ એન્જિનિયરિંગના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માંગતા હોય તો તે વિદ્યાર્થીઓએ ગુજરાત કોમન એન્ટ્રેસ્ટ ટેસ્ટ આપવી ફરજિયાત હોય છે. 

ફોર્મની સાથે ફી પણ ઓનલાઈન ભરવી પડશે
આગામી માર્ચમાં ગુજરાત માધ્યમિક બોર્ડની પરીક્ષા શરુ થશે. ગુજરાતમાં ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓને આગળ ફાર્મસી તેમજ એન્જિનિયરિંગ જેવા ઉચ્ચ અભ્યાસ માટે ગુજકેટ પરીક્ષા ફરજીયાત છે. ગુજકેટની પરીક્ષા માટે આજથી 20 જાન્યુઆરી સુધી વિદ્યાર્થીઓએ ઓનલાઇન ફોર્મ ભરવાના રહેશે અને આ માટે 350 રૂપિયા ફી ચુંકવવાની રહેશે. આ ફી પણ ઓનલાઈન જ ચુકવવી પડશે. ઓનલાઇન ફોર્મ ભરતી વખતે કોઈપણ પ્રકારની ભૂલ ન થાય તેની વિદ્યાર્થીઓએ કાળજી રાખવી પડશે. જો ઓનલાઈન ફોર્મ ભરતા સમયે નામ કે અન્ય વિગતમાં ભૂલ હશે તો તે વિદ્યાર્થીને પરીક્ષામાં બેસવા નહીં મળે અને તે વિદ્યાર્થીઓનું આખુ એક વર્ષ પણ બગડી શકે છે.

ઓફિસીયલ વેબસાઈટ પરથી ફોર્મ ભરી શકાશે
ગુજરાત કોમન ટેસ્ટ માટે આજથી ફોર્મ ભરવાની શરુઆત થશે. વિદ્યાર્થીઓ બોર્ડની ઓફિસીયલ વેબસાઈટ https://gujcet.gseb.org પરથી જ ઓનલાઈન ફોર્મ ભરી શકશે. આ ઓનલાઈન ફોર્મ ભરતા સમયે વેબસાઈટ પર આપેલી સુચના બરોબર વાંચીને પછી જ ફોર્મ ભરવાની શરુઆત કરવી જેથી વિદ્યાર્થીઓને ફોર્મ ભરવામાં મુશકેલી ન પડે. 

ઈન્ટરનેટ સ્લો હોય કે સર્વર ન ચાલે તો ફોર્મ ન ભરવું
ગુજેક્ટની પરીક્ષા માટેનું ફોર્મ ખૂબ જ સાવચેતી પુર્વક ભરવુ જોઈએ. ફોર્મ ભરતી વખતે એક પણ ભૂલ ન થાય તેની ખાસ કાળજી રાખવી જોઈએ. વિદ્યાર્થીઓએ ખાસ તેનું નામ અને તેની અટકમાં ધ્યાન રાખવું જોઈએ. આ અગાઉ નામ અને અટક ખોટી લખવા બદલ ઘણા બધા વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દીધા ન હતા. ખુબ જ સ્લો ઈન્ટરનેટ તેમજ સર્વર ડાઉન હોય ત્યારે ઓનલાઈન ફોર્મ ના ભરવું કારણકે તે સમયે અધૂરી વિગત સાથે ફોર્મ ભરાવાની શક્યતા વધી જશે અને ફોર્મ રદ્ પણ થઈ શકે છે. સર્વર સ્લો હોવાના કારણે ઓનલાઈન ફી ભરવામાં પણ મુશકેલી ઉભી થઈ શકે છે. આ ઉપરાંત જે તે સાઈઝનો ફોટો અને સાઈન અપલોડ કરવામાં પણ ઘણી મુશકેલી આવે છે માટે ઝડપી ઈન્ટરનેટની સ્પીડ અને સર્વર બરોબર ચાલતું હોય ત્યારે જ ઓનલાઈન ફોર્મ ભરવું જેથી ફોર્મ ભરતા સમચે મુશ્કેલી ન થાય. આ ઉપરાંત મોબાઈલથી ફોર્મ ભરવાનું ટાળવું અને કમ્પ્યુટર અથવા લેપટોપથી જ ઓનલાઈન ફોર્મ ભરવુ જોઈએ.