×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઉત્તર ભારતમાં હાડ ગાળતી ઠંડી : દિલ્હીમાં જાન્યુઆરીનું બે વર્ષનું સૌથી ઓછું 3 ડિગ્રી તાપમાન


- રાજસ્થાનના અલવર, ભરતપુર, ધોલપુર, ઝુનઝુનુ અને કરોલી માટે ઓરેન્જ એલર્ટ 

- શ્રીનગરમાં  માઇનસ 6.4 ડિગ્રી  તાપમાન જે જાન્યુઆરી મહિનાનું પાંચ વર્ષનું બીજું સૌથી ઓછું : અનેક જળાશયો થીજી ગયા

નવી દિલ્હી : ઉત્તર ભારતમાં અસહ્ય ઠંડી અને ગાઢ ધુમ્મસને કારણે સામાન્ય જનજીવનને અસર થઇ રહી છે. આ દરમિયાન દિલ્હીમાં લઘુતમ તાપમાન ત્રણ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે. જે જાન્યુઆરીમાં નોંધવામાં આવેલું છેલ્લા બે વર્ષનું સૌથી ઓછું તાપમાન છે. જેના કારણે દિલ્હીનું તાપમાન હિલ સ્ટેશનોથી પણ ઓછું નોંધવામાં આવ્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર ઇન્દોરમાં તીવ્ર ઠંડીને કારણે બેઘર ૫૦ વર્ષીય પુરુષનું મોત થયું છે. તે પેઇન્ટર તરીકે કામ કરતો હતો. દિલ્હીનું લઘુતમ તાપમાન શિમલા કરતા પણ ઓછું હતું. શિમલામાં લઘુતમ તાપમાન ૩.૭ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. 

જમ્મુ-કાશ્મીરના મોટા ભાગના વિસ્તારોમાં પણ ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. શ્રીનગરમાં રાતે લઘુતમ તાપમાન માઇનસ ૬.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.એક દિવસ અગાઉ ત્યાં રાતે લઘુતમ તાપમાન માઇનસ ૫.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.

હવામાન વિભાગે રાજસ્થાનના અલવર, ભરતપુર, ધોલપુર, ઝુનઝુનુ અને કરોૈલી માટે ઓરેન્જ એલર્ટ જારી કરી છે. દિલ્હી માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવી છે.  અધિકારીઓના જણાવ્યા અનુસાર શ્રીનગરનું લઘુતમ તપામાન જાન્યુઆરી મહિનાનું છેલ્લા પાંચ વર્ષનું બીજું સૌથી ઓછું તાપમાન છે. ભારે ઠંડીને કારણે જમ્મુ-કાશ્મીરના અનેક જળાશયો થીજી ગયા છે. રાજસ્થાન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ફતેહપુર (સિકરપુર)માં માઇનસ ૧.૮ અને ચુરુમાં માઇનસ ૧.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.

જયપુરમાં ૩.૮, અજમેરમાં ૩.૯, અલવરમાં ૧.૩, ચિત્તોડગઢમાં માઇનસ ૦.૧ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. પંજાબ અને હરિયાણામાં પણ લોકોને ઠંડીથી કોઇ રાહત નથી. પંજાબમાં ગુરદાસપુર ૨.૨ ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ઠંડુ શહેર છે. હરિયાણાના હિસારમાં ૨.૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું છે.