×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હી-NCR, જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપ : પાકિસ્તાન સહિત અન્ય દેશોમાં પણ આંચકા

નવી દિલ્હી, તા.05 જાન્યુઆરી-2023, ગુરુવાર

આજે દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. જમ્મુ-કાશ્મીરમાં પણ ધરતી ધ્રુજી હોવાના અહેવાલ છે. ત્યાં લોકોએ પણ ભૂકંપના આંચકા અનુભવ્યા છે. આ ભૂકંપની તીવ્રતા રિએક્ટર સ્કેલ પર 5.9  માપવામાં આવી છે. આ ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનનું હિન્દૂ કુશ વિસ્તાર છે. અત્યાર સુધીમાં કોઈ પણ જાનમાલને નુકસાન થયું હોવાના અહેવાલો સાંપડ્યા નથી. જોકે લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. અગાઉ પણ દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. દિલ્હી-એનસીઆરમાં અવાર-નવાર ભૂકંપ આવતા હવે આ સંવેદન વિસ્તારોમાં આવે છે. ભૂકંપ આવતા જ રહિશો રસ્તા પર દોડી આવ્યા હતા. દિલ્હી-એનસીઆરમાં ભુકંપ આવતા જ બિલ્ડીંગ અને ઈમારતોના લોકો રસ્તા પર દોડી આવ્યા હતા. 

પાકિસ્તાન સહિત અન્ય દેશોમાં પણ આંચકા

દરમિયાન મળતી માહિતી મુજબ પાકિસ્તાન, ઈસ્લામાબાદ, લાહોર, તજાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. અફઘાનિસ્તાનના ફયાજાબાદમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપના આંચકા આવતા જ લોકો ઘરો, ઓફિસો અને બિલ્ડિંગોની બહાર દોડી રસ્તા પર આવી ગયા હતા.

નવા વર્ષે પણ ભૂકંપનો આંચકો આવ્યો હતો

નવા વર્ષના દિવસે પણ જુદા જુદા સમયે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 1 જાન્યુઆરીએ રાત્રે 11.28 મિનિટે મેઘાલયના નોંગપોહમાં રિએક્ટર સ્કેલ પર 3.2ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ દરમિયાન ભૂકંપનું કેન્દ્ર નોંગપોહની જમીનની અંદર 10 કિ.મી. હતું. આ પહેલા ઉત્તરાખંડના ઉત્રકાશીથી લઈને નેપાળ સુધી 27-28 ડિસેમ્બરની રાત્રે અઢી કલાકની અંદર ઘણા ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ભૂકંપનો પ્રથમ ઝટકો નેપાળના બાગલુંગ જિલ્લામાં અનુભવાયો હતો. ત્યારબાદ ખુંગાની આસપાસ ભૂકંપ આવ્યો હતો. રિએક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 5.3 માપવામાં આવી હતી.