×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગૂગલને આંચકો ઃ રૃ. ૧૩૩૭ કરોડના દંડ પર સ્ટે મૂકવાનો એનસીએલએટીનો ઇનકાર


(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૪

ગૂગલને આંચકો આપતા નેશનલ કંપની લો એપિલેટ ટ્રિબ્યુનલ (એનસીએલએટી)એ કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (સીસીઆઇ) દ્વારા ફટકારવામાં આવેલા રૃ. ૧૩૩૭ કરોડ રૃપિયાના દંડ પર વચગાળાનો સ્ટે મૂકવાનો ઇનકાર કરી દીધો છે અને અમેરિકાની ટેકનોલોજી કંપનીને દંડની ટકા રકમ જમા કરાવવાનો આદેશ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે સીસીઆઇએ ભારતમાં એન્ડ્રોઇડ સ્માર્ટફોન ઓપરેટિંગ સિસ્ટમના બજારમાં પોતાની ઇજારાશાહીનો દુરુપયોગ કરવા બદલ ફટકાર્યો હતો. ગુગલે સીસીઆઇના આ આદેશને એનસીએલએટીમાં પડકાર્યો હતો.

ગયા વર્ષે ઓક્ટોબરમાં સીસીઆઇએ ગુગલને આદેશ આપ્યો હતો કે તે સ્માર્ટફોન વપરાશકારોને એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર એપ્સ ડિલિટ કરવાની મંજૂરી આપે અને તો પોતાની પસંદગી મુજબ સર્ચ એન્જિનની પસંદગી કરવાની પરવાનગી આપે.  ૧૯ જાન્યુઆરીથી આ ઓર્ડર અમલમાં મૂકવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

ગુગલની અરજીને પગલે એનસીએલએટીએ સીસીઆઇને નોટીસ ઇશ્યુ કરી છે અને આ કેસની વધુ સુનાવણી ૧૩ ફેબુ્રઆરીના રોજ રાખી છે.  ગુગલે સીસીઆઇના આદેશ પર વચગાળાના સ્ટેની માગ કરી હતી.

એનસીએલએટીએ ઉપરોક્ત સુનાવણી વગર કોઇ આદેશ આપી શકાય તેમ નથી. ખંડપીઠે જણાવ્યું હતું કે સીસીઆઇએ ૨૦ ઓક્ટોબરે આદેશ આપ્યો હતો. જ્યારેનૂગલે આ આદેશને બે મહિના પછી એસીએલએટીમાં પડકાર્યો છે. ખંડપીઠે જણાવ્યું હતું કે તમને અરજી દાખલ કરવામાં બે મહિનાનો સમય લાગ્યો અને હવે તમે ઇચ્છો છો કે અમે ફક્ત બે જ મિનિટમાં આદેશ આપી દઇએ.

ગુગલે સીસીઆઇના આદેશને પડકારતા જણાવ્યું છે કે આનાથી ગ્રાહકોની સુરક્ષા અને અનુભવ પર વિપરિત અસર પડશે અને સ્માર્ટફોનના ભાવ વધી જશે.

સુનાવણી દરમિયાન ગુગલ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ સીસીઆઇ દ્વારા ૨૦ ઓક્ટોબરે આપવામાં આવેલા આદેશ પર તાત્કાલિક સ્ટે મૂકવાની માગ કરી હતી. સિંઘવીએ સીસીઆઇના આદેશને ભૂલભરેલો અને અયોગ્ય ગણાવ્યો હતો.