×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારત-પાક બોર્ડર પર ક્રીક વિસ્તારમાંં ત્રણ માળના કાયમી બંકર તૈયાર કરાશે

અમદાવાદ

ભારત-પાકિસ્તાનની ગુજરાત સાથે જોડાયેલી સરહદ પર પાકિસ્તાન દ્વારા ઘુષણખોરી અને ડ્રગ્સની ખુબ મોટા પ્રમાણમાં હેરફેર કરવાના કિસ્સા સતત વધતા ગૃહવિભાગે ભારત-પાકિસ્તાન ક્રીક વિસ્તારમાં પેટ્રોલીંગ સરળ બનાવવા ઉપરાંત, બોર્ડર નજર રાખવા માટે  સરહદ પર ૫૦ કરોડના ખર્ચે કુલ આઠ અત્યાધુનિક વર્ટિકલ બંકર તૈયાર કરવામાં આવશે. જે ત્રણ માળના હશે અને બીએસએફના જવાનો ત્યાં રહી પણ શકશે. હાલ બંકર ન હોવાને કારણે બીએસએફની વિવિધ  ટ્રુપને  દરરોજ બોર્ડરના પેટ્રોલીંગ પોઇન્ટ પર પહોંચતા પાંચ થી છ કલાકનો સમય લાગે છે. ત્યારે આધુનિક બંકર તૈયાર થતા હવે બોર્ડર પરનું પેેટ્રોલીંગ વધુ સઘન બનશે.


ગુજરાત સ્થિત ભારત-પાકિસ્તાનની બોર્ડર દેશની સુરક્ષા માટે અત્યંત સવેદનશીલ છે ત્યારે બીએસએફનું પેટ્રોલીંગ વધુ સરળ બને તે માટે કેન્દ્રીય ગૃહવિભાગે ભારતમાં પ્રથમવાર ગુજરાત ક્રીકની પાકિસ્તાનની બોર્ડર નજીક રૂપિયા ૫૦ કરોડના ખર્ચે આઠ વર્ટિકલ બંકર તૈયાર કરવાની જાહેરાત કરી છે.  વર્ષ ૨૦૨૨ની વાત કરીએ તો બીએસએફ દ્વારા ૨૨ પાકિસ્તાની માછીમારોને ઝડપી લીધા હતા.  ૭૯ બોટમાંથી ૨૫૦ કરોડ રૂપિયાની કિંમતનું હેરોઇન અને  અઢી કરોડની કિેમતનું ચરસ જપ્ત કર્યું હતું.  આઠ બંકર પૈકી ત્રણ બંકર સરક્રીક વિસ્તારમાં તૈયાર કરાશે. જ્યારે  અન્ય પાંચ બંકર હરામી નાળા વિસ્તારમાં સેન્ટ્રલ પબ્લિક વર્કસ ડીપાર્ટમેન્ટ દ્વારા તૈયાર કરાશે. બંકરનો પ્રથમ માળ ૪૨ ફુટની ઉંચાઇ પર હશે. જેથી આસપાસના વિસ્તારમાં આધુનિક સાધનો દ્વારા વોચ રાખી શકાય.જ્યારે બાકીના અન્ય બે માળમાં બીએસએફના ૧૫ જવાનો રહી શકે તેવી સુવિદ્યા હશે. આ બંકર મુખ્યત્વે ક્રીકની પૂર્વમાં આવેલા લખપતવારી બેટ, ડાફાબેટ અને સમુદ્ર બેટ પર હશે.  આ બંકરની કામગીરી દરમિયાન બીએસએફ મજુરો અને બાંધકામ સાથે સંકળાયેલા અન્ય સ્ટાફને સુરક્ષા પુરી પાડશે. આઠ બંકર પૈકી ત્રણ બંકર માર્ચ મહિના સુધીમાં તૈયાર કરવામાં આવશે.ચાલુ વર્ષે ગત એપ્રિલ મહિનામાં બીએસએફના ડાયરેક્ટર જનરલ પંકજકુમારે  સિંગે અમિત શાહ સાથે બોર્ડર પર મુલાકાત કરી તે સમયે બંકર તૈયાર કરવા માટેનો નિર્ણય લેવાયો હતો. હાલ બીએસએફની પોસ્ટ બોર્ડર સરક્રીકથી ૫૦-૬૦ કિલો મીટર દુર છે અને ક્રીક વિસ્તારમાં ૮૫ કિલોમીટર સુધીના વિસ્તારમાં પેટ્રોલીંગ કરવામાં આવે છે. છેલ્લાં છ દાયકાથી બીએસએફ દ્વારા આ વિસ્તારમાં વોચ રાખવામાં આવે છે. જેથી હવે વર્ટિકલ બંકર તૈયાર થતા સુરક્ષા વધુ સઘન બનશે.