×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કમલ હસનને આપેલા ઈન્ટરવ્યૂમાં રાહુલ ગાંધીના મોદી સરકાર પર પ્રહાર, ચીન પર મોટું નિવેદન


કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અભિનેતામાંથી રાજનેતા બનેલા કમલ હાસન વચ્ચે રાજકીય સંબંધો વધી રહ્યા છે. હમણાંથી બંને નેતાઓની  મુલાકાતોમાં વધારો થઇ રહ્યો છે. તાજેતરની બેઠકમાં રાહુલ અને કમલ હાસને ચીન, કૃષિ અને તમિલ ગૌરવ સહિત જેવા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ દરમિયાન તેણે કેન્દ્ર સરકાર પર પણ નિશાન સાધ્યું હતું. આ પહેલા કોંગ્રેસની ભારત જોડો યાત્રા દિલ્હી પહોંચી ત્યારે કમલ હાસન પણ રાહુલ ગાંધી સાથે જોવા મળ્યા હતા. બંને વચ્ચેની વાતચીતમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, સુરક્ષા એ વર્તમાનમાં દેશનો સૌથી મોટો મુદ્દો છે. 

સરકારથી  અહીં ચૂકી થઇ રહી છે: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ વાતચીત દરમિયાન એવું કહી રહ્યા છે કે, આપણે  સાયબર હુમલાનો સામનો કરવો પડી શકે છે. 21મી સદીમાં તમારે વૈશ્વિક દૃષ્ટિકોણ હોવો જોઈએ અને અહીંથી સરકાર ચૂકી ગઈ અને તેનું ગણિત ખોટું થયું. રાહુલે કહ્યું કે જે પ્રકારનું વલણ રશિયાએ યુક્રેન માટે અપનાવ્યું છે, ચીને પણ એવું જ વલણ ભારત પ્રત્યે અપનાવ્યું છે.

કમલ હાસનની સાથે રાહુલ ગાંધી પણ કહે છે કે, અમે સતત સાંભળીએ છીએ કે સરહદ પર શું થઈ રહ્યું છે. હકીકત એ છે કે ચીને આપણો લગભગ 2,000 કિમીનો વિસ્તાર કબજે કરી લીધો છે. આ અંગે સરકારે સ્પષ્ટપણે કશું કહ્યું નથી. સેનાએ કહ્યું છે કે તેઓ અમારા વિસ્તારમાં બેઠા છે.  વડાપ્રધાને કહ્યું છે કે, સીમામાં કોઈએ પ્રવેશ કર્યો નથી. તેનાથી ચીનને સ્પષ્ટ સંદેશ જશે કે, તે ત્યાં ગમે તે કરી શકે છે ભારત જવાબ આપશે નહીં.' રાહુલ વાતચીતમાં એમ પણ કહે છે કે વિપક્ષ અને સરકાર વચ્ચે વાતચીતના દરવાજા ખુલ્લા રહેવા જોઈએ.

પીએમ મોદી પર નિશાન સાધતા કમલ હાસને કહ્યું, 'આ અંધારામાં સીટી વગાડવા જેવું છે'. ત્યારે રાહુલ કહે છે, 'કલ્પના કરો કે તમે દેશના નેતા છો અને તમારી સેના કહે છે કે તેઓ અમારી સરહદમાં ઘૂસી ગયા છે, પરંતુ તમે તેને નકારી રહ્યા છો. તો વિચારો, તમારા દેશ વિશે કોઈ શું વિચારશે? આ પહેલો મુદ્દો છે. બીજું એ છે કે પહેલા તમે સરહદ પર લડતા હતા અને હવે તમે દરેક જગ્યાએ લડો છો.  ઉપરાંત કહ્યું કે,  ચીન આપણા ક્ષેત્રમાં ઘૂસણખોરી કરે છે, કારણ કે તે જાણે છે કે દેશ આંતરિક બાબતો અને આંતરિક મૂંઝવણોથી ઝઝૂમી રહ્યો છે, તે તેવું જ ઈચ્છે છે.