×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજસ્થાનમાં સૂર્યનગરી એક્સપ્રેસના 8 ડબ્બા ખડી પડ્યા, 10 મુસાફરો ઘાયલ

જોધપુર, 02 જાન્યુઆરી 2022, સોમવાર

રાજસ્થાનમાં આજે વહેલી સવારે બાંદ્રા ટર્મિનસ-જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેનના 8 ડબ્બા જોધપુર ડિવિઝનના રાજકિયાવાસ-બોમદરા સેક્શન વચ્ચે પાટા પરથી ઉતરી ગયા હતા. ઉત્તર પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી જવાને કારણે 8 બોગીને અસર થઈ છે. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ ઘટનામાં 10 મુસાફરો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ટ્રેનમાં 150 સ્કાઉટ ગાઈડ વિદ્યાર્થીઓ પણ હતા, જેઓ પાલીના જંબોરી જઈ રહ્યા હતા. જોધપુરથી રાહત ટ્રેનને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. સૂર્યનગરી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી જવાની માહિતી મળતાની સાથે જ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ફસાયેલા મુસાફરોને લઈ જવા માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ અકસ્માત બાદ 12 ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે અને જ્યાં સુધી રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ ન થાય અને ટ્રેકની તપાસ ન થાય ત્યાં સુધી રૂટ બ્લોક કરી દેવામાં આવ્યો છે.

હેલ્પ ડેસ્કની વ્યવસ્થા કરવામાં આવી
ગાડી નંબર 12480, બાંદ્રા ટર્મિનસ-જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસ જોધપુર ડિવિઝનના રાજકિયાવાસ-બોમાદરા સેક્શન વચ્ચે પાટા પરથી ઉતરી ગઈ છે. જોધપુર સ્ટેશનના  પ્લેટ ફોર્મ નંબર 1 પર મુસાફરો માટે યોગ્ય માધ્યમથી તેમના સ્થાન સુધી પહોંચવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મુસાફરો માટે હેલ્પ ડેસ્કની પણ વ્યવસ્થા કરાઈ છે.

આ ટ્રેનો રદ કરવામાં આવી હતી (પ્રસ્થાન સ્ટેશનથી)
1. ટ્રેન નંબર 14821, જોધપુર-સાબરમતી ટ્રેન સેવા 02.01.23ના રોજ રદ કરાઈ
2. ટ્રેન નંબર 14822, સાબરમતી-જોધપુર રેલ સેવા 02.01.23ના રોજ રદ કરાઈ

આ 12 ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે
1. ટ્રેન નંબર 22476, 31.12.22ના રોજ કોઈમ્બતુરથી ઉપડનારી કોઈમ્બતુર-હિસાર ટ્રેન સેવાનું સંચાલન મારવાડ જંક્શન-મદાર-ફૂલેરા-મેરતા રોડ-બીકાનેર થઈને ડાયવર્ટ કરેલા રૂટ દ્વારા કરવામાં આવશે.
2. ટ્રેન નંબર 14708, 01.01.23ના રોજ દાદરથી ઉપડતી દાદર-બીકાનેર ટ્રેન સેવા મારવાડ જંક્શન-મદર-ફૂલેરા-મેરતા રોડ પર ડાયવર્ટ કરવામાં આવશે.
3. ટ્રેન નંબર 22663, ચેન્નાઈ એગમોર-જોધપુર ટ્રેન સેવા 31.12.22 ના રોજ ચેન્નાઈ એગમોરથી ઉપડતી ટ્રેન સેવાને મારવાડ જંક્શન-મદાર-ફૂલેરા-મેરતા રોડ દ્વારા ડાયવર્ટ કરેલા રૂટ પર ચલાવવામાં આવશે.
4. ટ્રેન નંબર 19224, જમ્મુ તાવી-અમદાવાદ ટ્રેન સેવા 01.01.23 ના રોજ જમ્મુ તાવીથી ઉપડતી લુણી-ભીલડી-પાલનપુર ડાયવર્ટ કરેલા રૂટ દ્વારા ચલાવવામાં આવશે.
5. ટ્રેન નંબર 14801, 02.01.23ના રોજ જોધપુરથી ઉપડનારી જોધપુર-ઈન્દોર ટ્રેન સેવા જોધપુર-મેરતા રોડ-ફૂલેરા-માદર-ચંદેરિયા થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ દ્વારા ચલાવવામાં આવશે.
6. ટ્રેન નંબર 15013, જેસલમેરથી 02.01.23ના રોજ ઉપડનારી જેસલમેર-કાઠગોદામ ટ્રેન સેવા જોધપુર-મેરતા રોડ-ફૂલેરા થઈને ડાયવર્ટ કરેલા રૂટ દ્વારા ચલાવવામાં આવશે.
7. ટ્રેન નંબર 14707, 02.01.23 ના રોજ બીકાનેરથી ઉપડતી બિકાનેર-દાદર ટ્રેન સેવા લુણી-ભીલડી-પાટણ-મહેસાણા ડાયવર્ટ કરેલા રૂટ દ્વારા ચલાવવામાં આવશે.
8. ટ્રેન નંબર 16312, કોચુવલી-શ્રીગંગાનગર ટ્રેન સેવા 31.12.22 ના રોજ કોચુવલીથી ઉપડતી મહેસાણા-પાટણ-ભીલડી-લુણી થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ દ્વારા ચલાવવામાં આવશે.
9. ટ્રેન નંબર 11090, પુણેથી 01.01.23ના રોજ ઉપડનારી પુણે-ભગત કી કોઠી ટ્રેન સેવા મહેસાણા-પાટણ-ભીલડી-લુણી વાયા ડાયવર્ટ કરેલા રૂટ દ્વારા ચલાવવામાં આવશે.
10. ટ્રેન નંબર 15014, 01.01.23 ના રોજ કાઠગોદામથી ઉપડનારી કાઠગોદામ-જેસલમેર ટ્રેન સેવા ફૂલેરા-મેરતા રોડ ડાયવર્ટ કરવામાં આવશે.
11. ટ્રેન નંબર 19223, અમદાવાદ-જમ્મુ તાવી ટ્રેન સેવા અમદાવાદથી 02.01.23ના રોજ ઉપડતી મહેસાણા-પાટણ-ભીલડી-લુણી થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ દ્વારા ચલાવવામાં આવશે.
12. ટ્રેન નંબર 14802, 02.01.23 ના રોજ ઈન્દોરથી ઉપડનારી ઈન્દોર-જોધપુર ટ્રેન સેવા બદલાયેલા રૂટ પર ચંદેરિયા-મદાર-ફૂલેરા-મેરતા રોડ થઈને ચલાવવામાં આવશે