×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

2023ના નવા વર્ષમાં ક્યાં આવશે મહત્તમ નોકરીઓ, જાણો ક્યા એ ક્ષેત્રો…

અમદાવાદ, તા. 1 જાન્યુઆરી 2023, રવિવાર

આજે 2023ના નવા વર્ષનો પ્રથમ દિવસ શરુ થયો છે. નવા વર્ષની શરૂઆત સાથે જ અમે નવી યોજનાઓ પણ બનાવતા હોઈએ છીએ. તમે પણ સારી નોકરીની શોધ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે અગત્યના છે. તમારી કારકિર્દીનું આયોજનમાં આગળ શું કરવું અને ભવિષ્યમાં ક્યા ફિલ્ડમાં વધારે તક રહેશે આ ઉપરાંત કયા સેક્ટરમાં જવું? ક્યાં જવાથી ફાયદો થશે, નોકરી કરતા ઘણા લોકો એવું પણ વિચારે છે કે તેઓ તેમની કારકિર્દી કેવી રીતે સારી બનાવી શકાય. તો આ લેખ તમારી તમામ મૂંઝવણમાંથી બહાર નીકળવામાં મદદ કરશે.તમને ટોચના અભ્યાસક્રમો વિશે જણાવી રહ્યા છીએ જેમાં આ વર્ષે નોકરીની મહત્તમ તકો રહેલી છે. 

1. બેંકિંગ, આઇટી, ફાઇનાન્સના અભ્યાસક્રમો
એક રિપોર્ટ મુજબ આ વર્ષે ઘણી કંપનીઓ મોટી સંખ્યામાં છટણી કરી શકે છે અથવા તો નવી ભરતી કરવાનું બંધ કરવાની શક્યતા છે. આ ઉપરાંત અહેવાલમાં એવું કહેવામાં આવ્યું છે કે કેટલાક ક્ષેત્રે નવી આશા અને ઘણી તકો આવી શકે છે. જેમા  આઈટી, બેન્કિંગ, ફાઇનાન્સિયલ સર્વિસિસ અને ઇન્સ્યોરન્સ એટલે કે BFSI સેક્ટરનો સમાવેશ થાય છે.  આ ઉપરાંત ટેલિકોમ, ઈ-કોમર્સ, ફાર્મા, ઈન્ટરનેટ બિઝનેસમાં 2022ની સરખામણીમાં 20 ટકા વધુ નોકરીઓની તકો વધવાની સંભાવના છે. આ સાથે બીકોમ, એમબીએ તેમજ એન્જિનિયરિંગના  ક્ષેત્રોને લગતા વિશેષ અભ્યાસક્રમો તમને ઘણી તકો ઉભી થશે.

2. હેલ્થ કેર અને ફાર્માના અભ્યાસક્રમો
વર્તમાન સમયમાં કોવિડ અને વધતી આબાદીને ધ્યાનમાં રાખીને એવું માનવામાં આવે છે કે હેલ્થકેર અને ફાર્મા સેક્ટરમાં મોટી સંખ્યામાં રોજગારીની તકો ઉભી થશે. એટલે સ્વાભાવિક છે કે હેલ્થકેર પ્રોફેશનલ્સની માંગ વધશે. આ ઉપરાંત ઘણી ફાર્મસી કંપનીઓએ પણ નવી ભરતી શરૂ કરી પણ છે. એક માહિતી મુજબ ફાર્મા કંપનીઓ સ્થાનિક ફોર્મ્યુલેશન માર્કેટમાં તેમનો હિસ્સો વધારવાનો પ્રયાસ કરી રહી છે અને આ માટે તેઓ મોટી સંખ્યામાં મેડિકલ રિપ્રેઝન્ટેટિવ્સ અથવા ફિલ્ડ મેનેજરની ભરતી કરનાર છે. તેથી આ ક્ષેત્રે વધુ તકો છે. આમાં એમબીબીએસ સિવાય, નર્સિંગ કોર્સ, ફાર્મા કોર્સ, રેડિયોલોજી, ફિઝિયોલોજી સહિતના અન્ય મેડિકલ ટેકનિકલ કોર્સ કરવા ફાયદાકારક રહેશે. 

3. ડેટા સાયન્સ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, સાયબર સિક્યોરિટી, ક્લાઉડમાં અભ્યાસક્રમો
વર્તમાન સમય ટેક્નોલોજીમનો યુગ માનવામાં આવે છે. તેથી ટેક્નિકલ સેક્ટરની વાત કરીએ તો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ડેટા સાયન્સ, સાયબર સિક્યુરિટી અને ક્લાઉડ ટેક્નોલોજી જેવા વિષયો પર આવનારા સમયમાં દુનિયા પર પ્રભુત્વ જમાવવા જઈ રહી છે. પહેલેથી જ હવે આ ક્ષેત્રોમાં કુશળ વ્યાવસાયિકોની માંગ વધી છે. જો તમે વિજ્ઞાનમાં રસ હોય તો આ અભ્યાસક્રમો તમારી કારકિર્દીને ઊંચા શિખરે લઈ જઈ શકે છે.

4. શિક્ષણ ક્ષેત્રે કારકિર્દીના અભ્યાસક્રમો
આજે વિશ્વમાં શિક્ષણ જગત એટલુ વિશાળ છે કે તમે સરકારી ભરતીથી લઈને પ્રાઈવેટ ધોરણે ઉચ્ચ કારર્કિદી બનાવી શકો છો. શિક્ષણનું ક્ષેત્ર કે જ્યાં ભૂતકાળમાં ઘણી તકો હતી અને  આજે પણ છે અને ભવિષ્યમાં પણ મળતી નવી નવી તકો ઉભરતી રહેશે. જેમા સ્નાતકથી લઈને તમે B.Ed/M.Ed કરી અથવા તમે શિક્ષણ સંબંધિત અન્ય વિશિષ્ટ અભ્યાસક્રમો કરી કારર્કિદી બનાવી શકો છો. સરકારી ભરતીથી લઈને પ્રાઈવેટ અને ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા માટે પુષ્કળ નોકરીઓ તકો રહેલી છે. આ ઉપરાંત તમે તમારા પોતાની રીતે પણ કોચિંગ અથવા ટ્યુશન ક્લાસમાંથી પણ સારી કમાણી કરી શકો તેવુ આ વિશાળ ક્ષેત્ર તમારી માટે ખુલ્લુ છે. 

5. પર્યાવરણ આધારિત અભ્યાસક્રમો
આજે માત્ર ભારત જ નહી સમગ્ર વિશ્વ પર્યાવરણનાં મુદ્દે ચિંતિત છે. આવનારા સમયમાં સમગ્ર વિશ્વમાં જળવાયુ પરિવર્તનનો મુદ્દો સામે છે. આ વિષય વ્યવસાયથી લઈને સામાન્ય જીવન સુધી વિવિધ રીતે દરેક વ્યક્તિને પણ અસર કરી રહ્યું છે. જેથી આવનારા સમયમાં પર્યાવરણ ક્ષેત્રે સંશોધકો, વિશ્લેષકો, પર્યાવરણવિદોની માંગ ખુબ જ વધવાની છે. તેનાથી પણ વધુ ગ્રીન જોબ્સ માટે પ્રોફેશનલ્સની માંગ વધી રહી છે. જેમ કે- એગ્રીકલ્ચર ટેક્નિશિયન, ઓર્ગેનિક ફાર્મિંગ મેનેજર, રિન્યુએબલ એનર્જી ટેકનિશિયન, વગેરે. તેથી જ કૃષિના અદ્યતન અભ્યાસક્રમો, રિન્યુએબલ એનર્જી સંબંધિત અભ્યાસક્રમો તમારા માટે એક નવો જ રસ્તો ખુલી રહ્યો છે.