×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નવા વર્ષની શરૂઆતમાં LPGના ભાવમાં વધારો, કોંગ્રેસે સરકાર પર સાધ્યું નિશાન


આજથી નવું વર્ષ 2023 શરૂ થયું છે. નવા વર્ષની સાથે જ સામાન્ય લોકોને મોંઘવારીનો વધુ એક ફટકો પડ્યો છે. સરકારી તેલ કંપનીઓએ 1 જાન્યુઆરી, 2023ના રોજ ગેસ સિલિન્ડરની નવી કિંમતો જાહેર કરી છે. ખાસ વાત એ છે કે ગેસ સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયા સુધીનો વધારો નોંધવામાં આવ્યો છે.  આ વધારો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં કરવામાં આવ્યો છે.

જ્યારે ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, તો બીજી તરફ કોમર્શિયલ સિલિન્ડર માટે લોકોને હવે 25 રૂપિયા વધુ ખર્ચવા પડશે. વર્ષના પહેલા દિવસે ગેસ સિલિન્ડરના વધતા ભાવને લઈ કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.

કોંગ્રેસે પોતાના ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરીને લખ્યું કે, "નવા વર્ષની પ્રથમ ભેટ... કોમર્શિયલ ગેસ સિલિન્ડર 25 રૂપિયા મોંઘુ થઈ ગયું છે." આ તો માત્ર શરૂઆત છે. સાલ મુબારક.