×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કેન્દ્રીય મંત્રીના એક ટ્વિટ પર વોટ્સએપને કેમ માંગવી પડી માફી?

નવી દિલ્હી, 31 ડિસેમ્બર 2022

સોશિયલ મીડિયા પર ભારત દેશનો ખોટો મેપ જોવા મળતો હોય છે. વોટ્સએપ સંબંધિત એક લાઈવ સ્ટ્રિમિંગમાં ભારત દેશનો ખોટો નકસો બતાવવામાં આવ્યો હતો. ત્યારે કેન્દ્રીય મંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ચેતવણી આપતાં ટ્વિટ કર્યું હતું. આ ટ્વિટ કર્યાની થોડીવારમાં જ સામેથી માફી માંગતો જવાબ આવ્યો અને તે લાઈવ સ્ટ્રિમિંગ વાળા પ્લેટફોર્મ પરથી તેને હટાવવાની જાણકારી આપી હતી. કેન્દ્રીય આઈટી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે વોટ્સએપને નવા વર્ષની ઉજવણીના લાઈવ સ્ટ્રીમીંગ લિંકમાં ભારતના ખોટા નકશાને લઈને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સાચા નકશાનો ઉપયોગ કરવો જોઈએ. 

કેન્દ્રીય મંત્રી ચંદ્રશેખરે લખ્યું હતું કે, વોટ્સએપ ભારતના નકશાને ઝડપથી સારી રીતે રજુ કરે. ભારત સાથે વ્યાપાર કરનારા તમામ પ્લેટફોર્મ ભારતમાં વ્યાપાર કરવાનું ચાલુ રાખવા માંગે છે તો તેમણે સાચા નકશાનો ઉપયોગ કરવો જોઈએ. તેમની આ ચેતવણી બાદ વોટસએપ દ્વારા ટ્વિટર પર માફી માંગવામાં આવી હતી અને એ સ્ટ્રીમને હટાવી લેવામાં આવી હોવાની જાણકારી આપી હતી. કેન્દ્રીય મંત્રીની આ ટ્વિટ બાદ લોકોએ ટ્વિટર પર લખ્યું હતું કે વૈશ્વિક કંપનીઓને ભારત અને ભારતના નકશાનું સન્માન કરવું જોઈએ. 

કેન્દ્રીય મંત્રી ચંદ્રશેખરે તાજેતરમાં જ દેશમાં તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ  માટે કાયદો નિયમો અને સુરક્ષાના પાલન વિશે વાત કરી હતી. ટ્વિટર પર તેમણે કહ્યું હતું કે, મને લાગે ચે કે ટ્વિટરનો પ્રમુખ કોણ છે એ મહત્વપૂર્ણ ચર્ચા નથી. પરંતુ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે કાયદો, નિયમો અને સુરક્ષાના પાલન માટે છે. જેને પારદર્શી અને સાચા તથા સંસ્થાગત રૂપથી ડિઝાઈન કરીને લાગુ કરવાની આવશ્યક્તા છે.