×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોનાના હાહાકાર વચ્ચે શી જિનપિંગે કહ્યું, સુરક્ષાને લઈ વધુ સાવચેત રહેવાની જરૂર


બેઈજિંગ, 31 ડિસેમ્બર 2022, શનિવાર

ચીનમાં કોરોનાને લઈને હાહાકાર મચી ગયો છે. અહીં રોજ લાખો કેસ આવી રહ્યાં છે. ત્યારે ચીની પ્રેસિડેન્ટ શી જિનપિંગે દેશને સંબોધિત કર્યો હતો. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, ચીનમાં કોરોનાના કારણે જીવની સુરક્ષાને લઈને નવા પરિમાણ આપ્યાં છે. નવા વર્ષમાં પ્રવેશ કરવાની સાથે જ આપણે પોતાની સુરક્ષાને લઈને સૌથી વધુ સાવચેત રહેવાની જરૂર છે. 

શી જિનપિંગે વર્ષના છેલ્લા દિવસે એક ટેલિવિઝન ભાષણમાં કહ્યું હતું કે, ચીને કોરોનાની સામેની લડાઈમાં અનેક કઠણાઈ અને પડકારોને પાર કરી લીધા છે. ચીનની કોવિડ-19 નીતિ વિશે તેમણે કહ્યું હતું કે, દેશે મોટા પાયે પરિક્ષણ કર્યું છે. આપણે જીરો કોવિડ પોલીસીને પણ ખતમ કરી દીધી છે. ચીનમાં ઝીરો કોવિડ પોલીસી ત્રણ વર્ષ સુધી રહી છે. 

જિનપિંગે કહ્યું હતું કે, 2022ના વર્ષમાં આપણે ભૂકંપ, પુર, દુકાળ અને જંગલમાં આગ લાગવા સહિતની કુદરતી આફતોનો સામનો કર્યો છે. જ્યારે આ પ્રકારની મુસીબતોનો સામનો કરવા વાળા એક સાથે રહ્યાં છે. તેઓ સંકટમાં એકબીજાની મદદ કરવા માટે પોતાના જીવનનું બલિદાન આપવાની અનેક બાબતો પણ સામે આવી છે. 

તેમણે કહ્યું હતું કે, કોરોના મહામારી દરમિયાન ફ્રંટલાઈન વર્કર્સ, ડોક્ટર, ગ્રાઉન્ડ લેવલ પર કામ કરનારા લોકોએ સાહસપૂર્વક કામ કર્યું છે. તેના માટે તેઓ પ્રસંશાને લાયક છે. આ મહામારી રોકવા માટે વધુ કામ કરવાની જરૂર છે. આ માટે ચીનની જનતા મહેનત કરી રહી છે. આકરી મહેનતનું પરિણામ જીત હોય છે. આ માટે આપણી સામે આશાનું એક કિરણ છે. આપણે જરૂર જીત પ્રાપ્ત કરીશું. 

તેમણે કહ્યું કે, મેં ગત વર્ષે નવા અને જુના મિત્રોની મહેમાનગતિ કરી છે. ચીનના પ્રસ્તાવોને દુનિયા સુધી પહોંચાડવા માટે વિદેશ યાત્રા પણ કરી છે. અમે શાંતિ અને વિકાસને મહત્વ આપીએ છીએ. દોસ્તો અને ભાગીદારોને મહત્વ આપીએ છીએ.