×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

તહેવારોમાં સાચવજો : અમેરિકાની હાલત ખરાબ કરી નાંખતો કોરોનાનો વૅરિયન્ટ ભારતમાં દેખાયો


ભારતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. દરમિયાન, ગુજરાતમાં XBB.1.5 વેરિયન્ટનો પ્રથમ કેસ મળી આવ્યો છે. તે ઓમિક્રોનનું મ્યુટેશન છે. અમેરિકામાં કોરોનાનો આ નવો વેરિયન્ટ સૌથી ઝડપી ફેલાય રહ્યો છે હજુ પણ તેના 40% થી વધુ કેસ છે. ગયા અઠવાડિયે આ આંકડો 18% હતો. BA.2.75 અને BJ.1 ને મળીને XBB બન્યો છે. હવે તે મ્યુટેટ થઈને XBB.1 અને XBB.1.5 બન્યો છે.  યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોના અભ્યાસમાં સામે આવ્યું છે કે કેન્સરની સારવાર લઈ રહેલા દર્દીઓમાં કોરોના સંક્રમિત થવાનું જોખમ વધારે છે. ખાસ કરીને જે દર્દીઓને એન્ટિ-CD 20 આપવામાં આવી રહી છે. કેનેડામાં આ અભ્યાસ અમેરિકન મેડિકલ એસોસિએશનના જર્નલમાં પ્રકાશિત થયો છે.

 શુક્રવારે મધ્યપ્રદેશમાં અમેરિકાની 38 વર્ષીય મહિલા કોરોના સંક્રમિત મળી આવી હતી. તે જબલપુરની રહેવાસી છે. તે કોરોનાના કયા વેરિયન્ટથી સંક્રમિત છે તે હાલમાં જાણી શકાયું નથી. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે શુક્રવારે એરલાઈન્સને નવા ધારાધોરણો અનુસાર ભારતમાં આવતા આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ચેક-ઈન વ્યવસ્થામાં ફેરફાર કરવા નિર્દેશ આપ્યા હતા. કાશ્મીરમાં SKIMS હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. પરવેઝ કૌલે કહ્યું કે ભારતમાં આગામી બે મહિના સુધી કોરોનાના ફેલાવાની શક્યતા ઘણી ઓછી છે.  આરોગ્ય મંત્રાલયે 6 દેશોમાંથી આવતા લોકો માટે RT-PCR ફરજિયાત બનાવ્યું હતું.

શુક્રવારે મધ્યપ્રદેશમાં અમેરિકાની 38 વર્ષીય મહિલા કોરોના સંક્રમિત મળી આવી હતી. તે જબલપુરની રહેવાસી છે, હાલમાં મહિલાને તેના ઘરે આઈસોલેશનમાં રાખવામાં આવી છે. મહિલાના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે લેવામાં આવ્યા છે જેથી તે જોવા માટે કે તે BF.7 વેરિયન્ટથી સંક્રમિત છે કે કેમ. મહિલા 23 ડિસેમ્બરે પતિ અને પુત્રી સાથે અમેરિકાથી પરત ફરી છે. મહારાષ્ટ્રમાં કોરોનાના 18 નવા કેસ નોંધાયા છે. જેમાં પુણે, ઔરંગાબાદ, નાસિક અને નાગપુરના લોકોનો સમાવેશ થાય છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 14 લોકો કોરોનામાંથી સાજા થયા છે.