×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

PM મોદીએ નવસારી અકસ્માતમાં મૃતકો-ઘાયલ માટે જાહેર કરી સહાય

અમદાવાદ, 31 ડિસેમ્બર 2022, શનિવાર

ગુજરાતમાં આજે વહેલી સવારે એક ફોરચ્યુનર કાર અને ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસનું ગંભીર અકસ્માત થયુ હતુ. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં મૃતકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત નિધિમાંથી 2 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત પીએમ મોદીએ કરી છે. આ જાણકારી PM મોદીએ ટ્વિટ કરીને આપી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બસના ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો હતો અને તેનુ મોત નિપજ્યુ હતું. આ બનાવ અંગે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરી સંવેદના વ્યક્ત કરી હતી. 

CM ભુપેન્દ્ર પટેલે પણ ટ્વિટ કરી સંવેદના વ્યક્ત કરી હતી
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે નવસારી અકસ્માત અંગે ટ્વિટ કરી તેમની સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે લખ્યુ હતું કે નવસારીમાં થયેલ માર્ગ અકસ્માતની દુર્ઘટનાથી વ્યથિત છું. અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું.

ઝોકુ આવતા અકસ્માત સર્જાયો હતો
ફોરચ્યુનર કારના ચાલકને ઝોકુ આવી જતા અકસ્માતની ઘટના બની હતી. આ ઘટના એટલી ભયાનક હતી કે 7 વ્યક્તિના ઘટના સ્થળે જ મોત થયા હતા. ફોરચ્યુનર કાર બેકાબુ બની ગઈ હતી અને સીધી જ એક લક્ઝરી બસ સાથે ધડાકાભેર અથડાઈ ગઈ હતી. આ ઘટના નવસારીના વેસ્મા ગામ નેશનલ હાઈવે નંબર 48 પર બની હતી. આ ઘટનામાં ફોરચ્યુનરમાં સવાર તમામ લોકોના મોત થયા હતા જે ભરુચની ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલાઓના નામની યાદી જાહેર થઈ હતી.

મૃતકોના પૂરા નામ
1. નીતિન ઘનશ્યામ પાટીલ, ઉ. 30, ભરૂચ - ફોર્ચ્યુનરનો ડ્રાઈવર
2. જયદીપ કાંતિભાઈ પેથાણી, ઉ. 25, ભાદાજાળીયા, ધોરાજી, રાજકોટ
3. જયદીપ કાળુભાઇ ગોધાણી, ઉ. 24, નાની પીડાખાઈ, વિસાવદર, જૂનાગઢ
4. ધર્મેશ પ્રકાશભાઈ શેલડિયા, ઉ. 24, ગુંદાળા, રાજકોટ
5. જગદીશ રસિકભાઈ દુધાત, ઉ. 35, પ્રજવિલા બંગલો, અંકલેશ્વર, ભરૂચ
6. મયુરકુમાર ધીરૂભાઈ વવૈયા, ઉ. 23, ચોરા પાસે, ઝાંઝેછર, જાંબુડા, જૂનાગઢ
7. નવનીત મોહનભાઈ ભદીચદરા, ઉ. 39, નાયવર નગર, નાના વરાછા, સુરત
8. પ્રજ્ઞેશ રણછોડ વેકરીયા, ઉ. 23, પાણીની ટાંકી, રબાકીયા, રાજકોટ
9. ગણેશ મોરારભાઇ ટંડેલ, રામનગર, કોલક ગામ, વલસાડ