×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

2024માં કોંગ્રેસનો PM પદનો ચહેરો કોણ? દિગ્ગજ નેતાએ વિશ્વમાં ઈતિહાસ રચનાર વ્યક્તિનું આપ્યું નામ

નવી દિલ્હી, તા.30 ડિસેમ્બર-2022, શુક્રવાર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે ‘ભારત જોડો યાત્રા’ અંગે રાહુલ ગાંધીની પ્રશંસા કરી છે અને તેમણે જણાવ્યું કે, તેઓ (રાહુલ) વર્ષ 2024ની વિધાનસભા ચૂંટણીમાં માત્ર વિપક્ષનો ચહેરો જ નહીં, પરંતુ વડાપ્રધાન પદનો ચહેરો પણ હશે. તેમણે જણાવ્યું કે, રાહુલ ગાંધી સત્તાના નહીં, પરંતુ પ્રજાની રાજનીતિ કરે છે, દેશના લોકો આવા નેતાને આપો-આપ સિંહાસન પર બેસાડી દે છે.

કમલનાથને પૂછવામાં આવ્યું કે, શું રાહુલ ગાંધી આગામી લોકસભા ચૂંટણીમાં વિપક્ષનો ચેહરો હોઈ શકે છે ? તો કમલનાથે જણાવ્યું કે, જ્યાં સુધી 2024ની ચૂંટણીની વાત છે, તો રાહુલ ગાંધી માત્ર વિપક્ષનો ચહેર ોજ નહીં, પરંતુ વડાપ્રધાન પદનો ચહેરો પણ હશે.


રાહુલ ગાંધી સત્તાની રાજનીતિ કરતા નથી : કમલનાથ

કમલનાથે વધુમાં જણાવ્યું કે, વિશ્વના ઈતિહાસમાં 3500 કિલોમીટરથી વધુના પદયાત્રા કોઈ વ્યક્તિઓ કરી નથી. ભારત માટે જેટલું ગાંધી પરિવારે બલિદાન આપ્યું છે, તેવું બલિતાન કોઈપણ પરિવારે આપ્યું નથી. કમલનાથે કહ્યું કે, રાહુલ ગાંધી સત્તાની રાજનીતિ કરતા નથી, તેઓ પ્રજાની રાજનીતિ કરે છે અને જે પ્રજાની રાજનીતિ કરે છે, પ્રજા તેવા નેતાને આપો-આપ સિંહાસન પર બેસાડી દે છે.

રાહુલ ગાંધીના યાત્રા રાજસ્થાન-દિલ્હીમાં પણ લોકપ્રિય બની

કમલનાથે એમ પણ કહ્યું કે, રાહુલ ગાંધીની યાત્રા રાજસ્થાન અને દિલ્હીમાં બંનેમાં લોકપ્રિય થઈ રહી છે. મધ્યપ્રદેશમાં ભારત જોડો યાત્રામાં માત્ર કોંગ્રેસના કાર્યકર્તાઓ જ નહીં, પરંતુ સામાન્ય જનતા અને ખાસ કરીને યુવાઓએ પણ ઉત્સાહ દાખવી જોડાયા.