×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

VIDEO : અમેરિકાનું એરક્રાફ્ટ અને ચીનના વિમાન વચ્ચે મોટો અકસ્માત ટળ્યો, USની ચીનને ચેતવણી



વોશિંગ્ટન, તા.30 ડિસેમ્બર-2022, શુક્રવાર

દક્ષિણ ચીન સમુદ્ર વિસ્તારમાં એક મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ છે. અમેરિકન એરફોર્સનું વિમાન ચીનના લશ્કરી વિમાન સાથે અથડાતા-અથડાતા રહી ગયું છે. બંને વિમાનો વચ્ચે માત્ર 10 ફૂટનું અંતર બાકી હતું. આ ઘટના અંગે અમેરિકાએ જણાવ્યું કે, જો તેમના પાયલોટે સમયસર પ્લેનને બચાવ્યું ન હોત તો ગંભીર દુર્ઘટના સર્જાઈ હોત. ઉપરાંત અમેરિકાએ ચીનને ચેતવણી પણ આપી છે.

બંને પ્લેન વચ્ચે માત્ર 10 ફૂટનું જ અંતર બાકી હતું

આ ઘટના અંગે માહિતી આપતાં અમેરિકી સેનાએ જણાવ્યું કે, ગત અઠવાડિયે દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનનું એક લશ્કરી વિમાન અમેરિકી વાયુસેનાના વિમાનની એટલું નજીક આવ્યું ગયું હતું કે, બંને વચ્ચે માત્ર 10 ફૂટનું જ અંતર બાકી હતું. જોકે આંતરરાષ્ટ્રીય એર સ્પેસમાં અકસ્માત ટાળવા અમેરિકન ફાઈટર જેટના પાઈલટને તુરંત નિર્ણય લેઈ ત્યાંથી અલગ થવું પડ્યું હતું, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

અમેરિકાએ જણાવ્યું કે, ચીની સેનાના એરક્રાફ્ટનું અમારા જેટની નજીક આવવું ખૂબ જ ખતરનાક હતું. યુએસ સૈન્યએ કહ્યું કે, આ ઘટના 21મી ડિસેમબરના રોજ બની હતી, જ્યારે ચીનની નૌકાદળનું J-11 ફાઈટર જેટ અને અમેરિકાના એરફોર્સનું RC-135 એરક્રાફ્ટ આકાશમાં ઉડી રહ્યું હતું.

અમેરિકાએ ચીનને આપી ચેતવણી

અમેરિકા તરફથી નિવેદનમાં જણાવાયું કે, અમે આશા રાખીએ છીએ કે, તમામ દેશો ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય એર એરસ્પેસનો સુરક્ષિત રીતે અને આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ ઉપયોગ કરે. અમેરિકી સૈન્યએ વધુમાં કહ્યું કે, ચીનનું વિમાન અમેરિકન જેટના પાંખની 10 ફૂટ સુધી નજીક આવી ગયું હતું. જોકે બંનેની ફ્રન્ટ બાજુએ 20 ફૂટનું અંતર હતું.