કફ સિરપ મુદ્દે ભારે હોબાળો થતા મનસુખ માંડવિયાની કંપની સામે મોટી કાર્યવાહી, આપ્યો આ આદેશ

કફ સિરપ મુદ્દે ભારે હોબાળો થતા મનસુખ માંડવિયાની કંપની સામે મોટી કાર્યવાહી, આપ્યો આ આદેશ

ભારતીય કફ સિરપથી ઉઝબેકિસ્તાનમાં બાળકોના મોત થયા તેવો તે દાવો કરી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય આ સમગ્ર ઘટના પર પોતાની નજર રાખી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આજે ટ્વિટર દ્વારા આ ઘટના પર પોતાનો પ્રતિભાવ આપ્યો હતો.

તેમણે કહ્યું કે, ખાંસીની દવા ડોક-1 મેક્સમાં અયોગ્યતાના અહેવાલને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગની ટીમે 29 ડિસેમ્બરની રાતથી મેરિયન બાયોટેકની તમામ દવાઓનું ઉત્પાદન બંધ કરાવી દીધુ છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.  સમગ્ર ઘટના કઈક આ રીતે છે કે ઉઝબેકિસ્તાનમાં કથિત રીતે કફની દવાના કારણે 18 બાળકોના મોત થયા હતા. તે બાદ નોઈડાની કંપની મેરિયન બાયોટેક પર સવાલો ઉભા થઇ રહ્યા છે. ઉઝબેકિસ્તાનના આ દાવા બાદ ભારત સરકાર એલર્ટ થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે ઉઝબેકિસ્તાનમાં બાળકોના મોતનો મૃત્યુઆંક રિપોર્ટ માંગ્યો છે.

ઉઝબેકિસ્તાનમાં 18 બાળકોના કથિત મૃત્યુના દાવા અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ આ મામલે કોઈપણ પ્રકારની બેદરકારી રાખવા માંગતું નથી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા પોતે આ મામલે નજર રાખી રહ્યા છે. તેણે કહ્યું હતું કે, ફાર્માસ્યુટિકલ કંપનીની તપાસના આધારે આગળના પગલાં લેવામાં આવશે. ઉઝબેકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાલયે આરોપ લગાવ્યો છે કે, ડોક-1 મેક્સ દવા પીવાથી બાળકોના મોત થયા છે. ઉત્તર પ્રદેશ સરકારના એક અધિકારીએ જણાવ્યું કે, મેરિયન બાયોટેક કંપની ભારતમાં ખાંસીની દવા  ડોક-1 મેક્સ વેચતી નથી અને તે માત્ર ઉઝબેકિસ્તાનમાં જ નિકાસ કરવામાં આવી છે.

માંડવિયાએ જણાવ્યું હતું કે, નોઈડામાં કંપનીના પરિસરમાંથી કફની દવાના નમૂના લેવામાં આવ્યા છે અને ચંદીગઢની પ્રાદેશિક દવા પરીક્ષણ પ્રયોગશાળામાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત કફની દવા ડોક-1 મેક્સમાં અયોગ્યતાના અહેવાલને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગની ટીમે ગઈ કાલ રાતથી મેરિયન બાયોટેકની તમામ દવાઓનું ઉત્પાદન બંધ કરી દીધું છે.

Share: