×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

VIDEO : PM મોદીને સાંત્વના આપતા CM મમતા ભાવુક થયા, કહ્યું તમે થોડો આરામ કરો, માતાથી વધારે કંઈ નથી

અમદાવાદ, 30 ડિસેમ્બર 2022, શુક્રવાર

વડાપ્રધાન મોદીએ માતાના નિધન બાદ પુત્રધર્મ અને રાજધર્મ પણ નીભાવ્યો છે. તેઓ માતાની અંતિમ વિધિ પતાવીને રાજભવન ખાતે પહોંચ્યા હતાં. તેમણે પોતાના નિર્ધારિત કાર્યક્રમો યથાવત રાખ્યાં છે. આજે તેઓ આ દુઃખની ઘડીમાં પણ  પશ્ચિમ બંગાળમાં વિકાસ કાર્યો માટે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાયા છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પણ હીરાબાને શ્રદ્ધાંજલિ પાઠવી છે. વડાપ્રધાને વંદે ભારત ટ્રેનને લીલીઝંડી બતાવી હતી. પશ્ચિમ બંગાળને 7800 કરોડ રૂપિયાની પરિયોજનાની કેન્દ્ર સરકારે ભેટ આપી છે. બંગાળમાં વંદે ભારત ટ્રેન શરૂ કરતા મોદી કહ્યુ હતું કે મારા વ્યક્તિગત કારણોના લીધે હું તમારી વચ્ચે આવી ન શક્યો તે માટે હું તમારી ક્ષમા માંગુ છું.

કોલકાતાના કાર્યક્રમમાં મમતા બેનર્જીએ દુઃખ વ્યક્ત કર્યું
આ કાર્યક્રમમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ વડાપ્રધાનની માતા હીરાબાના નિધન પર દુઃક વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, મારી સંવેદનાઓ આપની સાથે છે. આ દુઃખની ઘડીમાં પણ અમે સૌ આપની સાથે છીએ. માંથી વધારે બીજુ કંઈ ના હોઈ શકે. મમતા બેનરજીએ વડાપ્રધાનને કાર્યક્રમ નાનો રાખવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીજી આજે તમારા માટે દુઃખનો દિવસ છે. હું આપને અનુરોધ કરૂ છું કે આ કાર્યક્રમને નાનો રાખો કારણ કે તમે હાલ અત્યારે તમારી માતાના અંતિમ સંસ્કારમાંથી આવ્યા છો. તમે આજે વર્ચ્યુઅલી હૃદયથી અમારી વચ્ચે સામેલ થયાં છે. આ માટે હું આપને ધન્યવાદ આપું છું.

પીએમ મોદીએ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતામાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી અને તેને રાષ્ટ્રને સમર્પિત કરી હતી.