×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વડાપ્રધાન મોદીની માતા હીરાબાના નિધન પર સમગ્ર દેશના નેતાઓએ શોક વ્યક્ત કર્યો


અમદાવાદ, 30 ડિસેમ્બર 2022, શુક્રવાર

વડાપ્રધાન મોદીની માતા હીરાબાનું શતાયુ વર્ષે નિધન થયું છે. તેમના નિધનના સમાચાર મળતાં જ સમગ્ર દેશના દિગ્ગજ નેતાઓએ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો હતો.  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને લખ્યું હતું કે, માતા વ્યક્તિના જીવનની પ્રથમ મિત્ર અને શિક્ષક હોય છે, જેને ગુમાવવાનું દુઃખ એ દુનિયાનું સૌથી મોટું દુઃખ છે. રાષ્ટ્રપતિ દ્રૌપજી મુર્મુએ ટ્વિટ કરીને કહ્યું હતું. માતા હીરાબાનું સો વર્ષનું સંઘર્ષમય જીવન ભારતીય આદર્શોનું પ્રતીક છે. મોદીજીએ '#માતૃદેવોભવ'ની ભાવના કેળવી અને હીરાબાનાં મૂલ્યોને પોતાના જીવનમાં ઉતાર્યાં છે. પવિત્ર આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. પરિવાર પ્રત્યે મારી સંવેદના!

વાંચો કોણે શું લખ્યું

સીએમએ આપી શ્રધ્ધાંજલી
પ્રધાનમંત્રી હિરાબાના અવસાન થતા રાજ્ય, કેન્દ્રના નેતાઓએ ટ્વિટ કરી શ્રધ્ધાંજલી આપી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ટ્વિટ કરી લખ્યુ હતું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રી પૂજ્ય હીરાબા ના દેવલોક ગમનથી ઊંડા દુ:ખની લાગણી અનુભવું છું. પૂજ્ય હીરાબા વાત્સલ્ય, સાદગી, પરિશ્રમ અને ઉચ્ચ જીવનમૂલ્યોના પ્રતિમૂર્તિ હતા. ભગવાન તેમના આત્માને પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરું છું. ૐ શાંતિ. 

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શોક વ્યક્ત કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું સો વર્ષનું સંઘર્ષમય જીવન ભારતીય આદર્શોનું પ્રતીક છે. મોદીએ માતૃદેવોભવની ભાવના અને હીરાબાના મૂલ્યોને તેમના જીવનમાં આત્મસાત કર્યા. પવિત્ર આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. પરિવાર પ્રત્યે મારી સંવેદના!

કેન્દ્રિય ગૃહમંત્રીએ આપી શ્રધ્ધાંજલી
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરી લખ્યુ હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આદરણીય માતાજી હીરા બાના નિધન વિશે સાંભળીને ખૂબ જ દુઃખ થયું. માતા એ વ્યક્તિના જીવનની પ્રથમ મિત્ર અને શિક્ષક છે, જેને ગુમાવવાનું દુઃખ નિઃશંકપણે વિશ્વનું સૌથી મોટું દુઃખ છે.


રાષ્ટ્રિય સ્વંયસેવક સંધે પણ આપી હતી શ્રદ્ધાંજલી
આરએસએસે ટ્વિટ કર્યુ હતું અને લખ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદરણીય માતા હીરા બાનું નિધન એક તપસ્વીના જીવનનો અંત લાવે છે. આરએસએસના દરેક સ્વયંસેવક દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.


રાહુલ ગાંધીએ શોક વ્યક્ત કર્યો હતો
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે PM મોદીના માતા શ્રીમતી હીરા બાના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. આ મુશ્કેલ સમયે, હું તેમને અને તેમના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના અને પ્રેમ વ્યક્ત કરું છું.