×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

VIDEO: ભારતીય વાયુસેનાએ હાઈ-વે પર ઉતાર્યું ફાઈટર એરક્રાફ્ટ, સફળ પરીક્ષણ



અમરાવતી, તા.29 ડિસેમ્બર-2022, ગુરુવાર

આંધ્રપ્રદેશમાં ભારતીય વાયુસેનાએ એક હાઈવે પર ફાઈટર એરક્રાફ્ટનું સફળ ઉતરાણ કર્યું છે. ભારતીય વાયુ સેનાએ આંધ્રપ્રદેશના બાપટલામાં નેશનલ હાઈવે 16 પર નિર્માણ કરાયેલ 4.1 કિલોમીટરના ઈમરજન્સી લેન્ડિંગ સુવિધા (ELF)નું સફળ પરીક્ષણ કરાયું છે.

ટ્રાયલ રન અભ્યાસમાં IAFના ફાઇટર અને ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટે ભાગ લીધો હતો. આ કવાયતમાં સુખોઈ ફાઈટર એરક્રાફ્ટ અને હળવા તેજસ ફાઈટર વિમાનોએ પણ ભાગ લીધો અને હાઈ-વેને સ્પર્શીને ઉડ્ડયન કર્યું. વાયુસેના માટે આ ઈમરજન્સી લેન્ડીંગની સુવિધાનું બાંધકામ NH-16 પર પિચિકાલગુડિપાડુ પાસે કરવામાં આવ્યું છે.

વાયુસેનાના દક્ષિણી એર કમાન્ડે ટ્વીટ કરી માહિતી આપી છે કે, ભારતીય વાયુસેનાના ફાઇટર અને ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટે 29 ડિસેમ્બરે આંધ્ર પ્રદેશના બાપટલા જિલ્લામાં NH-16 પર નવી બાંધવામાં આવેલી ઇમરજન્સી લેન્ડિંગ સુવિધા પર સર્કિટ, એપ્રોચ અને ઓવરશૂટ સહિતના ઉડ્ડયનનો અભ્યાસ કર્યો છે.