×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હેલમેટ અને સિટ બેલ્ટ નહી બાંધવાની ભૂલ પડી ભારે, દેશમાં 1 વર્ષમાં ૬૨૯૯૦ લોકોના થયા છે મોત


નવી દિલ્હી,૨૯ ડિસેમ્બર,૨૦૨૨,ગુરુવાર 

સીટ બેલ્ટ અને હેલમેટ નહી પહેરવાથી વર્ષ ૨૦૨૧ દરમિયાન થયેલા મોતના આંકડા ચોંકાવનારા છે.  માર્ગ અને વાહન વ્યહવાર મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી વિગતો અનુસાર ભારતમાં દ્વી ચક્રિય વાહનો વાહનો ચલાવતી વખતે હેલમેટ નહી પહેરવાથી ૪૬૫૯૩ લોકોના મુત્યુ થયા છે જયારે ચાર ચક્રીય (ફોર વ્હિલર) ચલાવતી વખતે સિટ બેલ્ટ નહી બાંધવાથી ૧૬૩૯૭ લોકોના મોત થાય છે. 

આમ હેલમેટ અને સિટ બેલ્ટ નહી બાંધવાથી કુલ ૬૨૯૯૦ લોકો મોતને ભેટયા છે. આટલી મોટી સંખ્યામાં મોત થતા હોવા છતાં હેલમેટ અને સિટ બેલ્ટ પહેરવાની અવેરનેસ લોકોમાં જોવા મળતી નથી જે ખૂબ દુખદ છે. રાજમાર્ગ મંત્રાલયે રોડ એકસીડેન્ટ ઇન ઇન્ડિયા ૨૦૨૧માં જણાવ્યું છે કે  બાઇક ચલાવનારા ૩૨૮૭૭ અને તેની પાછળ બેઠેલા ૧૩૭૧૬ લોકોના હેલમેટ નહી પહેરવાથી મોત નોંધાયા છે. 


 દેશમાં કુલ ૪૧૨૪૩૨ રોડ અકસ્માત અને ૧૫૩૯૭૨ લોકોના મોત થયા જયારે ૩૮૪૪૪૮ લોકોને ઇજ્જા થઇ હતી. હેલમેટ અને સિટબેલ્ટ પહેરવાથી વાહન અક્સ્માત સમયે મુત્યુનું જોખમ ટાળી શકાય છે. સિટ બેલ્ટ પહેરવાથી બોડીની મુવમેન્ટને અટકાવીને ઇજ્જાથી બચાવે છે. હેલમેટ બાઇક અકસ્માત દરમિયાન અચાનક પટકાવાથી થતી હેડ ઇન્જરી સામે રક્ષણ આપે છે. અક્સ્માત દરમિયાન થતા ૮૦ ટકા મુત્યુ હેડ ઇન્જરીના લીધે થાય છે. ટાટા સન્સના પૂર્વ ચેરમેન અને જાણીતા ઉધોગપતિનું રોડ અક્સ્માતમાં મુત્યુ થયું હતું. 

સાઇરસ મિસ્ત્રીની સાથે જહાંગીર પંડોલે પાછળની સીટ પર બેઠા હતા અને બંનેએ સિટ બેલ્ટ બાંધ્યો ન હતો. જયારે ડ્રાઇવર સહિત કારમાં આગળે બેઠેલી વ્યકિતએ સીટ બેલ્ટ બાંધ્યો હતો. કાર ધડાકા સાથે ડિવાઇડરને અથડાઇ ત્યારે સીટબેલ્ટ બાંધનારનો બચાવ થયો હતો. છેલ્લા પાંચ વર્ષના આંકડા જોઇએ તો ૪ વાર ૪ લાખ કરતા વધુ અકસ્માત અને ૧.૫૦ લાખથી વધુ મોત થયા છે. 

૨૦૨૦માં ૩.૫૪ લાખ અક્સ્માત થયા હતા તેની સરખામણીમાં ૨૦૨૧માં અકસ્માત અને તેનાથી થનારા મોતનું પ્રમાણ વધ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે ૭૦ ટકા અકસ્માતો માટે ઓવર સ્પિડ અને ખરાબ રસ્તાઓ જવાબદાર હોય છે.નશો કરીને ડ્રાઇવિંગ કરવાથી પણ અકસ્માત થવાની શકયતા વધી જાય છે.